Home /News /sport /

IND VS SA : ભારતની 28 રનમાં 3 વિકેટ, સા.આફ્રિકા 286માં ઓલઆઉટ,

IND VS SA : ભારતની 28 રનમાં 3 વિકેટ, સા.આફ્રિકા 286માં ઓલઆઉટ,

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર બોલિંગની શરૂઆત કરી હતી. સાઉથ આફ્રિકા પોતાની પ્રતમ ઈવનિંગમાં 286 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ ભારતની ટીમ રમવા ઉતરી પરંતુ ભારતની શરૂઆત નબળી રહી અને પ્રથમ દિવસની મેચના અંતે ભારતની 28 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ.

જ્યારે કેશવ મહારાજ 47 બોલમાં 35 રન બનાવી રન અશ્વિનના હાથે રન આઉટ થઈ ગયો છે.

સાઉથ આપ્રિકન પ્લેયર ડી કૂક ભુવનેશ્વરની બોલિંગમાં 43 રન બનાવી રિદ્ધીમાન સાહાના હાથે કેચ આઉટ થઈ ગયો, જ્યારે વર્નોન ફિલાન્ડર સામીની બોલિંગમાં 23 રન બનાવી ક્લિન બોલ્ડ થયો છે.

ભારતીય બોલર જસપ્રિત બુમરાહ અને રિદ્દીમાન સાહાએ દક્ષિણ આફ્રિકાની પીચ પર ટકેલી જોડીને તોડી પાડી છે. જસપ્રિત બુમરાહે એબી ડેવિલિયર્સને 65 રને આઉટ કર્યો, જ્યારે રિદ્ધીમાન સાહાની બોલિંગમાં ડૂ પ્લેસિસ 62 રન બનાવી હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થઈ ગયો છે.

લંચ બ્રેક સુધીમાં આફ્રિકામાં ત્રણ વિકેટના નુકશાને 107 રન બનાવી લીધા હતા. આ દરમિના એબી ડિ વિલિયર્સ (59) અર્ધશતક ફટકારી દીધી હતી, જ્યારે ડૂ પ્લેસિસ 37 રન બનાવીને એબીને સાથ આપી રહ્યો હતો.

ભુવનેશ્વરના તરખાટ બાદ એબી ડિ વિલયર્સ અને ફાફ ડૂ પ્લેસિસે સાઉથ આફ્રિકાની બાજી સંભાળી લીધી હતી. 12 રનમાં ત્રણ વિકેટ ગુમાવનાર ટીમના સ્કોરે આ બંનેએ મળીને 100 રનને પાર પહોંચાડ્યો હતો. આ દરમિયાન એબીએ પોતાની અર્ધશતક પણ પૂરી કરી લીધી હતી.

ભૂવનેશ્વરે ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવતા જ આફ્રિકાના દિગ્ગજોને શરૂઆતમાં જ પેવેલિયન મોકલી દીધા હતા. 5 ઓવરની અંદર જ ભૂવીએ ત્રણ વિકેટ પોતાના નામે કરી લીધી હતી.

ભૂવીએ સૌથી પહેલા ડેગ એલેનનો 0 રને શિકાર કર્યો હતો. ત્યાર બાદ એઈડન મર્કરમને 05 રને આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યાર બાદ અમલાને 05 રને વિકેટ કિપર સાહાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝનો ક્રિકેટ ફેન્સ ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા. તેવામાં ભારત સહિત વિશ્વની નજર વિરાટ બ્રિગેડ પર રહેશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીની બધી જ સિરીઝમાં ભારતનો દેખાવ ખુબ જ કંગાળ રહ્યો છે, તેવામાં આ વખતની નંબર વન ટીમ ઈન્ડિયા નવો ઈતિહાસ રચે છે કે, ઈતિહાસ દોહરાવે છે, તે તો આવનાર સમય જ બતાવશે.

ભારત: શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ભુવનેશ્ર્વર કુમાર, જસપ્રિત બૂમરાહ

દક્ષિણ આફ્રિકા: ડીન એલ્ગર, એડેન માર્કરામ, હાશિમ અમલા, એબી ડી વિલિયર્સ, ફૅફ ડુ પ્લેસીસ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકિપર), વર્નોન ફિલાન્ડર, કેશવ મહારાજ, ડેલ સ્ટેન, કાજીસો રબાડા, મોર્ન મોર્કેલ
First published:

Tags: 1st day Live Score, 1st Test, India vs South Africa, South Africa vs India 1st Test Live Cricket Score

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन