ઓસ્ટ્રેલિયાને મળી 90 વર્ષની સૌથી શરમજનક હાર, આફ્રિકાની સૌથી મોટી જીત

News18 Gujarati
Updated: April 3, 2018, 6:30 PM IST
ઓસ્ટ્રેલિયાને મળી 90 વર્ષની સૌથી શરમજનક હાર, આફ્રિકાની સૌથી મોટી જીત

  • Share this:
સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધનો સાઈડ ઈફેક્ટ ઓસ્ટ્રેલિયા પર દેખાવા લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ચોથી અને અંતિમ ટેસ્ટ 492 રનોથી ગુમાવી જે પાછલા 90 વર્ષોમાં સૌથી મોટી હાર છે. ઓસ્ટ્રેલિયાના જ્હોનિસબર્ગ ટેસ્ટમાં જીત માટે 612 રનોનો અસંભવ ટાર્ગેટ મળ્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 119 રનોમાં સમેટાઈ ગઈ હતી. રમતના પાંચમા દિવસે કાંગારૂઓએ બેટ્સમેનોએ ફાસ્ટ વેર્નોન ફિલેન્ડર આગળ નત:મસ્તક થઈ ગયા, જેમને બીજી ઈનિંગમાં 6 અને મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી, તેમને આ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ આપવામાં આવી હતી. આફ્રિકાએ ચાર ટેસ્ટ મેચોની સિરીઝને 3-1થી પોતાના નામે કરી લીધી છે.

સાઉથ આફ્રિકા માટે જીત ખુબ જ ખાસ છે, કેમ કે રનોના રૂપમાં તે તેની સૌથી મોટી ટેસ્ટ જીત છે. સાઉથ આફ્રિકાએ વર્ષ 2007માં ન્યૂઝીલેન્ડને 358 રનોથી માત આપી હતી. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસની વાત કરવામાં આવે તો રનોના રૂપમાં તે ચૌથી સૌથી મોટી જીત છે. જ્હોનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સાઉથ આફ્રિકા વર્ષ 1994 પછી પ્રથમ વખત કોઈ ટેસ્ટ મેચ જીત્યું છે.

ઓસ્ટ્રેલિયાની અત્યાર સુધીની સૌથી મોટી હાર

675 રન ઇંગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયા, બ્રિસ્બેન, 1928
562 રન ઑસ્ટ્રેલિયા Vs ઈંગ્લેન્ડ, ઓવલ, 1934
530 રન ઓસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા, મેલબોર્ન, 1911492 રન દક્ષિણ આફ્રિકા Vs ઓસ્ટ્રેલિયા, જોહાનિસબર્ગ, 2018

સાઉથ આફ્રિકાએ 1970 પછી ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત પોતાની ઘરેલૂ ધરતી પર ટેસ્ટ સિરીઝમાં માત આપી છે. 1970 પછી સાઉથ આફ્રિકન ટીમે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સતત 3 ટેસ્ટ જીતી છે.

બોલ ટેમ્પરિંગના કેસ બાદ સ્મિથ અને વોર્નર ટીમમાંથી આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ પર ઘણી બધી નકારાત્મક અસર પડી છે. ઓસ્ટ્રેલિયાની આ પાછલા 90 વર્ષોમાં સૌથી મોટી હાર છે. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 1928માં ઈંગ્લેન્ડ સામે 675 રનોથી ટેસ્ટ ગુમાવી હતી અને હવે તેઓ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 492 રનોની કારમી હાર મળી છે.

48 વર્ષોમાં એવું પહેલી વખત થયું છે કે, ઓસ્ટ્રેલિયાનો એકપણ બેટ્સમેન 4 અથવા તેનાથી વધારે મેચોની ટેસ્ટ સિરીઝમાં શતક ફટકારી શક્યો હોય. સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ ખેલાડીનું સર્વાધિક સ્કોર 96 રન રહ્યું.
First published: April 3, 2018
વધુ વાંચો
अगली ख़बर