Home /News /sport /T20WC 2022માં સર્જાયો મેજર અપસેટ, નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવ્યું, મેચ રમ્યાં વગર ભારત સેમિફાઇનલમાં

T20WC 2022માં સર્જાયો મેજર અપસેટ, નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવ્યું, મેચ રમ્યાં વગર ભારત સેમિફાઇનલમાં

દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની મહત્વની મેચમાં અપસેટનો શિકાર બની છે

T20WC 2022: નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરી

    દિલ્હી: આજે રવિવારે ટી-20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની મહત્વની મેચમાં અપસેટનો શિકાર બની છે. ટૂર્નામેન્ટની મેચમાં તેણે દક્ષિણ આફ્રિકાને 13 રનથી હરાવ્યું છે. આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે.

    મેચમાં પ્રથમ બેટિંગ કરતાં નેધરલેન્ડે 4 વિકેટે 158 રનનો સ્કોર બનાવ્યો હતો. કોલિન એકરમેને 26 બોલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 8 વિકેટે 145 રન જ બનાવી શકી હતી.



    પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી કોઇ એક પહોંચશે સેમી ફાઇનલમાં

    આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સેમી ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. થોડીવારમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચનારી ગ્રુપમાંથી બીજી ટીમ બની જશે. બંનેના 4-4 મેચમાં 4-4 પોઈન્ટ છે.

    દક્ષિણ આફ્રિકાની શરૂઆત જ ખરાબ રહી

    લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 39 રનમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. ક્વિન્ટન ડી કોક 13 અને કેપ્ટન ટેમ્બા બાવુમા માત્ર 20 રન કર્યા હતા. ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ સદી ફટકારનાર રિલે રુસો પણ કમાલ કરી શક્યો નહોતો. તે માત્ર 25 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. એડેન મારક્રમ અને ડેવિડ મિલર બન્ને 17-17 રન બનાવીને આઉટ થયા હતા. ટીમે 112 રને 5 વિકેટ ગુમાવી દીધી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    विज्ञापन
    विज्ञापन