કભી ખુશી કભી ગમ: બે ટેસ્ટ મેચો માટે સસ્પેન્ડ થયાના બીજા દિવસે નંબર-1 બોલર બન્યો રબાડા

 • Share this:
  સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર કેગિસો રબાડા માટે પાછલા 24 કલાક બાદ મોટા ઉતાર-ચડાવવાળા રહ્યાં છે. રબાડાની શાનદાર બોલિંદની મદદથી સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ જીતીને સિરીઝ 1-1ની બરાબરી પર લાવી દીધી છે. ત્યાર બાદ આઈસીસીએ મેદાન પર ખરાબ વ્યવહારને લઈને રબાડા પર બે મેચોનો પ્રતિબંધ લગાવી દીધો. હવે એવા સમાચાર આવ્યા છે કે, રબાડા આઈસીસની ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનને પછાડીને નંબર વન બની ગયો છે.

  અસલમાં પોર્ટ ઓફ એલિઝાબેથમાં રમાયેલ બીજી ટેસ્ટમાં રબાડાએ કંગારૂ કેપ્ટન સ્ટીવ સ્મિથને આઉટ કર્યા બાદ જે રીતે જશ્ન મનાવ્યો તે આઈસીસીના નિયમોના વિરૂદ્ધમાં હતો.

  મેચ દરમિયાન રબાડાએ 11 વિકેટ લઈને સિરીઝમાં 0-1થી પાછળ ચાલી રહેલ પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવતા મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે. પરંતુ રબાડાની આ ખુશી વધારે સમય રહી શકી નહી અને આઈસીસીએ સ્ટીવ સ્મિથવાળી બાબતે કાર્યવાહી કરતાં રબાડાને બે ટેસ્ટ મેચો માટે સસ્પેન્ડ કરી દીધો હતો.

  રબાડાને મળેલી આ કડક સજાને લઈને તેઓ સિરીઝની બાકીની બે મેચ રમી શકશે નહી. પરંતુ આ સજાની જાહેરાત બાદ કેટલાક કલાક પછી જ આઈસીસીની ટેસ્ટ રેન્કિંગ પણ જાહેર થઈ જેમાં રબાડા નંબર વન બોલર બની ગયો હતો.

  રબાડાએ પોતાના શાનદાર પ્રદર્શનની મદદથી આઈસીસીની રેટિંગમાં 900 પોઈન્ટનો આંકડો પાર કરી લીધો છે. રબાડાના 902 પોઈન્ટ સામે જેમ્સ એન્ડરસનના 887 પોઈન્ટ છે, જ્યારે ભારતના રવિન્દ્ર જાડેજા 844 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે.

  બેટિંગ ક્રમમાં કાગારૂ કેપ્ટવ સ્ટીવ સ્મિથ પહેલા અને ભારતીય હોટ કેપ્ટન વિરાટ કોહલી બીજા નંબર પર યથાવત છે.
  Published by:Mujahid Tunvar
  First published: