સાઉથ આફ્રિકાની ટીમ આજે પિંક જર્સીમાં કેમ રમી રહી છે?

News18 Gujarati
Updated: February 10, 2018, 2:43 PM IST
સાઉથ આફ્રિકાની ટીમ આજે પિંક જર્સીમાં કેમ રમી રહી છે?

  • Share this:
સાઉથ આફ્રિકા- ઈન્ડિયાની ચોથી વનડે મેચ જ્હોનિસબર્ગના સ્ટેડિયમમાં રમાશે. સાઉથ આફ્રિકાને સિરીઝ હરાવીને ઈન્ડિયા ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. એવામાં મેચ રોમાંચક બને તે સ્વભાવિક છે. સાઉથ આફ્રિકાની ટીમમાં તેમનો ધાકડ બેટ્સમેનની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે કે, એબી ડિવિલિયર્સ. એવામાં મેચ વધારે રોમાંચક બની શકે છે. તે ઉપરાંત વધુ એક વાત તે પણ છે કે, જે આ મેચને ઈન્ટરસ્ટિંગ બનાવે છે. સાઉથ આફ્રિકા આ મેચમાં પોતાની રેગ્યુલર લીલી જર્સીમાં નહી પરંતુ પિંક જર્સીમાં ઉતરશે.

આ વનડે મેચને પિંક વનડે કહેવામાં આવશે. પિંક વનડે બ્રેસ્ટ કેન્સર (સ્તન કેન્સર) પ્રતિ જાગૃતિ ફેલાવવા માટે રમાવવામાં આવે ચે. દુનિયાભરની બ્રેસ્ટ કેન્સર પીડિતા મહિલાઓના સન્માનમાં સાઉથ આફ્રિકાની ટીમ પિંક વનડેમાં ગુલાબી જર્સી પહેરે છે. 2011થી પિંક વનડે રમાઈ રહી છે.ક્રિકેટની દુનિયામાં એવા કારણોને લઈને જર્સીનું રંગ બદલવામાં આવવાનું ચલણ રહ્યું છે. બધાને યાદ હશે કે, આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે પણ આવું જ કર્યું હતું. તેમને પર્યાવરણના મુદ્દે પોતાની રેગ્યુલર લાલ જર્સીની જગ્યાએ લીલી જર્સી પહેરી હતી.

વધુ એક રસપ્રદ વાત તે છે કે, આજ સુધી જેટલી પણ પિંક વનડે થઈ છે, બધી જ સાઉથ આફ્રિકા જીતી છે. આ છઠ્ઠી પિંક વનડે છે. આ પહેલા તમામ મુકાબલા સાઉથ આફ્રિકાએ જીતી લીધા છે. વર્તમાન સિરીઝમાં સાઉથ આફ્રિકાની હાલત કફોડી છે. એવામાં પિંક વનડેનો ટોટકો તેમના કામે આવે છે, તો તેઓ ખુશ જ થશે. પરંતુ તેમને ભૂલવું જોઈએ નહી કે સામે વિરાટ સેના છે. વિરાટ સેના કોઈપણ ઈતિહાસને ભાવ આપતી નથી અને પોતાની મરજીથી ક્રિકેટ રમે છે. કોઈ મોટી વાત નથી કે, આજે સાઉથ આફ્રિકાનું પિક મેચવાળું લક પણ ખત્મ થઈ જાય.

 
First published: February 10, 2018, 2:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading