એબી ડિવિલિયર્સ રમી શકે છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, કોચ માર્ક બાઉચરે આપ્યા સંકેત

 • Share this:
  નવી દિલ્લી: દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સ (AB De Villiers)ની આંતરરાષ્ટ્રીય મેચોમાં વાપસીને લઇને અનેક વાર અફવાઓ સામે આવી છે. પરંતુ કોરોનાના કારણે 2020માં ઓસ્ટ્રેલિયામાં યોજાવનાર ટી-20 વર્લ્ડ કપ રદ્દ થવાને કારણે આ અંગેની ચર્ચાઓ બંધ થઇ હતી. પરંતુ હવે ફરીએકવાર આ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ટીમના હેડ કોચ માર્ક બાઉચરે ડિવિલિયર્સના વાપસીના સંકેતો આપ્યા હતા. બાઉચરે ખુલાસો કર્યો કે ડિવિલિયર્સની વાપસી અંગે શરૂ થયેલી વાતચીતનો હજી સુધી અંત આવ્યો નથી. તેમણે જણાવ્યું કે, આઇપીએલ 2021માં ભારત આવ્યા પહેલા તેની સાથે વાત થઇ હતી. તે આઇપીએલમાં પોતાને સાબિત કરવા માંગે છે તે હજી પણ વર્લ્ડ ક્રિકેટમાં ખુબ જ મહત્વનો છે.

  બાઇચરે આગળ કહ્યું કે, મે ડિવિલયર્સને કહ્યું કે, તમે હજી પણ રમત પર ધ્યાન આપો, હું આઇપીએલ પૂર્ણ થયા બાદ તમારી સાથે વાત કરીશ. 37 વર્ષીય ડિવિલિયર્સે આ વર્ષે આઇપીએલની શાનદાર શરૂઆત કરી છે. તેણે પ્રથમ મેચમાં જ મુંબઇ ઇન્ડિયન્સ સામે 27 બોલમાં 48 રનની ઈનિંગ રમી હતી. મુશ્કેલ સમયમાં અને ખરાબ પીચ પર પણ સારી બેટીંગ કરીને ટીમને 2 વિકેટે જીત અપાવી હતી. પરંતુ બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તે 1 રન બનાવીને આઉટ થયો હતો.

  ડિવિલિયર્સે ત્રણ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો હતો. તેણે દક્ષિણ આફ્રિકા માટે 114 મેચમાં 50 કરતા પણ વધારે એવરેજથી 8765 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં 22 સદી અને 46 ફીફ્ટી ફટકારી ચૂક્યો છે. તેણે 228 વન-ડેમાં 53 કરતા પણ વધારેની એવરેજથી 9577 રન બનાવ્યા છે. તેના નામ પર 25 સદી અને 53 ફિફ્ટીનો સમાવેશ થાય છે. તેણે ટી-20 ફોર્મેટમાં 1672 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે તેણે ટી-20માં હજી સુધી સદી ફટકારી નથી. જો આઇપીએલની વાત કરીએ તો ડિવિલિયર્સ 171 મેચમાં 151 થી વધારેની સ્ટ્રાઇક રેટથી 4898 રન બનાવ્યા છે. તથા આઇપીએલમાં તેના નામે ત્રણ સદી છે.
  Published by:kuldipsinh barot
  First published: