હાર્યા બાદ કોહલીએ મીડિયા પર નિકાળ્યો ગુસ્સો, કહ્યું કંઈક આવું

News18 Gujarati
Updated: January 17, 2018, 10:04 PM IST
હાર્યા બાદ કોહલીએ મીડિયા પર નિકાળ્યો ગુસ્સો, કહ્યું કંઈક આવું

  • Share this:
દક્ષિણ આફ્રિકાના હાથો મળેલી 135 રનની હાર અને સિરીઝ 2-0થી ગુમાવ્યાનો ગુસ્સો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નિવેદન પરથી સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટનને જ્યારે સિરીઝમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી જોડાયેલા પ્રશ્ન કરવામાં આવ્યા તો ઘણી વાર કોહલીનો ગરમીનો પારો ઉપર ચડતો નજરે પડ્યો.

તેમને પત્રકારોને તેટલા સુધી પણ કહી નાંખ્યું કે, તમે મને જણાવી દો કે, બેસ્ટ પ્લેઈંગ 11 કોણ હોઈ શકે છે.  અમે સારા ખેલાડીઓ સાથે જ મેદાનમાં ઉતર્યા હતા. અમે પરિણામના હિસાબથી પ્લેઈંગ 11ની પસંદગી કરતા નથી. અમે હંમેશા પોતાના સારા ખેલાડીઓ સાથે જ મેદાનમાં ઉતરીએ છીએ પછી પરિણામ ભલે ગમે તે જ આવે.

આ પહેલા વિરાટ કોહલીએ મેચ બાદ પ્રેજેન્ટેશન સેરેમની દરમિયાન કહ્યું હતું કે અમને લાગ્યું કે, અમારી પાસે સિરીઝ જીતવાની સારી તક છે, પરંતુ બંને ટેસ્ટમાં અમારા બેટ્સમેનોએ નિરાશ કર્યા અને બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન જ હારનું કારણ છે. જ્યારે વિરાટ કોહલીએ કેપટાઉન અને સેન્ચ્યુરીયનમાં ટેસ્ટમાં બોલરોના પ્રદર્શનના વખાણ કર્યા હતા.

 
First published: January 17, 2018, 10:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading