Home /News /sport /

2019માં ભારતમાં નહીં આ દેશમાં યોજાશે ઇન્ડિયન પ્રીમિયર લીગ!

2019માં ભારતમાં નહીં આ દેશમાં યોજાશે ઇન્ડિયન પ્રીમિયર લીગ!

    ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝન ભારતની બહાર રમાઈ શકે છે. કારણ કે આગામી વર્ષે ભારતમાં લોકસભાની ચુંટણી છે અને આ કારણે 2019માં આઈપીએલ બીજા દેશમાં રમાઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે આઈપીએલની આગામી સિઝન દક્ષિણ આફ્રિકામાં રમાઈ શકે છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે આ આયોજનમાં રસ બતાવ્યો છે.

    ક્રિકેટ સાઉથ આફ્રિકાના મુખ્ય કાર્યકારી થૈબાંગ મોરોએ આ વિશે કહ્યું હતું કે જો તે અમને આવો પ્રસ્તાવ આપશે તો અમારો આસાન જવાબ હા હશે. અમે આઈપીએલની યજમાનીમાં રસ દાખવી રહ્યા છીએ. જ્યાં સુધી ભારત સરકાર ચુંટણીની તારીખોની જાહેરાત નહીં કરે ત્યાં સુધી અટકળો રહેશે. જો તારીખો ટકરાશે તો દક્ષિણ આફ્રિકા કે દુબઈમાં આઇપીએલ ટ્રાન્સફર થાય તેવી સંભાવના છે.

    થૈબાંગ મોરોએ કહ્યું હતું કે અહીં પર એક મુદ્દો છે કે વિકેટ કેવી રહેશે. કારણ કે આગામી બે વર્ષમાં અમે અંડર-19 વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યા છે. તો શું આવી સ્થિતિમાં આ વર્ષે આ વિકેટો પર રેમ સ્લેમ લીગનું આયોજન કરી શકાશે? કારણ કે આ વિકેટો પર વર્કલોડ વધી જશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા અમને નિર્ણય પહેલા કહેવો જોઈએ.

    ઉલ્લેખનીય છે કે 2009માં આઈપીએલ-2નું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. અહીં આઈપીએલ સુપરહિટ રહી હતી. આ દરમિયાન ડેક્કન ચાર્જસની ટીમ ચેમ્પિયન બની હતી. દક્ષિણ આફ્રિકામાં આઈપીએલની પાછલી સફળતાને જોતા આઈપીએલ ગર્વનિંગ કમિટી એક વખત ફરી એક વખત ત્યાં આયોજન કરાવી શકે છે,
    Published by:Ashish Goyal
    First published:

    Tags: South africa, આઇપીએલ, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन