બુમરાહનો ફિટનેસ ટેસ્ટ લેવાની NCAએ ના પાડી, ગાંગુલીએ કહ્યું દ્રવિડ સાથે વાત કરીશ

News18 Gujarati
Updated: December 20, 2019, 6:17 PM IST
બુમરાહનો ફિટનેસ ટેસ્ટ લેવાની NCAએ ના પાડી, ગાંગુલીએ કહ્યું દ્રવિડ સાથે વાત કરીશ
આ મામલે દ્રવિડનો મત છે કે જ્યારે NCAએ બુમરાહનો ઇલાજ નથી કર્યો તો તેને રમવા માટે ફિટ થવાનું સર્ટિફિકેટ કેવી રીતે આપી શકીએ

આ મામલે દ્રવિડનો મત છે કે જ્યારે NCAએ બુમરાહનો ઇલાજ નથી કર્યો તો તેને રમવા માટે ફિટ થવાનું સર્ટિફિકેટ કેવી રીતે આપી શકીએ

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)અને નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy)વચ્ચે તિરાડ વધી રહી છે. રાહુલ દ્રવિડ(Rahul Dravid)ની આગેવાનીવાળી નેશનલ ક્રિકેટ એકેડમીએ ઇજામાંથી બહાર આવી રહેલા જસપ્રીત બુમરાહનો ફિટનેસ ટેસ્ટ લેવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. બુમરાહ 16 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં ટીમ ઇન્ડિયા સાથે નેટ્સ પર બોલિંગ કર્યા પછી આ સપ્તાહે વાપસી માટે અનિવાર્ય ટેસ્ટ આપી શકે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે એનસીએ ડાયરેક્ટર રાહુલ દ્રવિડ અને ફિઝીયોથેરાપિસ્ટ આશિષ કૌશિકે વિનમ્રતાપૂર્વક બુમરાહનો ફિટનેસ ટેસ્ટ લેવાથી ઇન્કાર કરી દીધો છે.

એવી પણ ખબર આવી રહી છે કે નેશનલ ક્રિકેટ એકેડમીનું માનવું છે કે બુમરાહ પોતાના અંગત વિશેષજ્ઞો સાથે ઇજામાંથી બહાર આવવાના પ્રયત્નમાં લાગ્યો હતો તો પછી એનસીએ તેની ફિટનેસ ટેસ્ટ કેવી રીતે લઈ શકે. બુમરાહને આ વર્ષે સપ્ટેમ્બરમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું. આ પછી ડૉક્ટરો સાથે વિચાર-વિમર્શ કરવા માટે લંડન પણ ગયો હતો. રિપોર્ટ પ્રમાણે બુમરાહે ટીમ મેનેજમેન્ટને બતાવી દીધું હતું કે તે એનસીએ જવા ઇચ્છુક નથી. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી આ મામલામાં રાહુલ દ્રવિડ સાથે વાત કરશે.

આ પણ વાંચો - એકસમયે પાણીપુરી વેચતો હતો, હવે આઈપીએલમાં 2.40 કરોડમાં વેચાયોનવેમ્બરમાં મીડિયા રિપોર્ટમાં વાત આવી હતી કે બુમરાહ ઇજામાંથી બહાર આવવા માટે પોતાના અંગત વિશેષજ્ઞો સાથે સમય પસાર કરી રહ્યો છે. બુમરાહને વિશાખાપટ્ટનમમાં નેટ્સ પર બોલિંગ કરતો જોઈને ટીમ મેનેજમેન્ટના એક વરિષ્ઠ સભ્યએ કહ્યું હતું કે બુમરાહે ફિટનેસ ટેસ્ટ મેળવી લીધી છે અને તે ઘણો શાનદાર જોવા મળે છે. વિશાખાપટ્ટનમમાં નેટ્સ પર બોલિંગ કર્યા પછી બુમરાહ બેંગલોર રવાના થયો હતો. જ્યાં તેનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે. જ્યાં દ્રવિડે બુમરાહ સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે NCA તેની ફિટનેસ ટેસ્ટ લેશે નહીં. આ મામલે દ્રવિડનો મત છે કે જ્યારે એનસીએએ બુમરાહનો ઇલાજ નથી કર્યો તો તેને રમવા માટે ફિટ થવાનું સર્ટિફિકેટ કેવી રીતે આપી શકીએ. જો કશું ખોટું થઈ જાય તો શું થશે? એનસીએમાં એવી કોઈ પણ વાત માટે સર્ટિફિકેટ કેવી રીતે આપી શકીએ. જેના વિશે તેમને કશું જાણકારી નથી.
First published: December 20, 2019, 5:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading