Home /News /sport /BCCIના અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે સૌરવ ગાંગુલી, સુપ્રીમ કોર્ટે સંવિધાન સંશોધનની મંજૂરી આપી

BCCIના અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે સૌરવ ગાંગુલી, સુપ્રીમ કોર્ટે સંવિધાન સંશોધનની મંજૂરી આપી

સૌરવ ગાંગુલી 2019થી બીસીસીઆઈના પ્રેસિડેન્ટ છે

Sourav Ganguly - બીસીસીઆઈએ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહનો કાર્યકાળ વધારવાની અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે નવા સંવિધાનમાં સંશોધનની મંજૂરી આપવામાં આવે

  નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી (sourav ganguly)અને સચિવ જય શાહના (jay shah)કાર્યકાળના વધારવાના મામલામાં સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને કાર્યકાળ વધારવા સંબંધિત સંશોધનની મંજૂરી આપી છે. આ કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ પોતાના પદ પર યથાવત્ રહેશે.

  બીસીસીઆઈએ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહનો કાર્યકાળ વધારવાની અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે નવા સંવિધાનમાં સંશોધનની મંજૂરી આપવામાં આવે. આવું એટલા માટે કારણે કે પ્રશાસકો માટે નક્કી કરેલો ત્રણ વર્ષનો કૂલિંગ ઓફ પીરિયડના પ્રાવધાનને ખતમ કરવામાં આવે.

  આ પણ વાંચો - પાકિસ્તાન સામે કેચ છોડ્યા પછી ટેન્શનમાં હતો અર્શદીપ, ટી-20 વર્લ્ડ કપ માટે તૈયાર કરી રહ્યો છે 3 ખાસ હથિયાર

  સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે કૂલિંગ પીરિયડને લઇને નવી વ્યવસ્થા બનાવવાનો પ્રસ્તાવ આપી રહ્યા છીએ. કોઇપણ સદસ્ય સતત બે વખત સ્ટેટ કાઉન્સિલ કે બીસીસીઆઈ રહી શકે છે. જોકે આ પછી કૂલિંગ પીરિયડનું પાલન કરવું પડશે. કોર્ટે એ પણ કહ્યું કે કોઇ સદસ્ય 3 વર્ષ માટે સતત બે વખત પસંદ થાય તેને તે વાતથી કોઇ પ્રોબ્લમ નથી.

  ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલી 2019થી બીસીસીઆઈના પ્રેસિડેન્ટ છે. આ વર્ષે તેમનો કાર્યકાળ ખતમ થઇ રહ્યો છે. 2020માં કોરોના મહામારીના કારણે બીસીસીઆઈના અધ્યક્ષની ચૂંટણી યોજાઇ ન હતી. જેના કારણે સૌરવ ગાંગુલીનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Jay Shah, Sourav ganguly, બીસીસીઆઇ

  विज्ञापन
  विज्ञापन