દ્રવિડને નોટિસ મોકલવા પર BCCI પર ભડક્યો ગાંગુલી

News18 Gujarati
Updated: August 7, 2019, 3:56 PM IST
દ્રવિડને નોટિસ મોકલવા પર BCCI પર ભડક્યો ગાંગુલી
સૌરવ ગાંગુલી

બીસીસીઆઈએ (BCCI) હિતના ટકવાર મામલે રાહુલ દ્રવિડને (Rahul Dravid) નોટિસ મોકલીને એક અઠવાડિયાની અંદર ખુલાસો પૂછ્યો છે.

  • Share this:
ભારતનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીસીસીઆઈ પર ગુસ્સે ભરાયો છે. બીસીસીઆઈએ હિતોના ટકરાવ મામલે રાહુલ દ્વવિડને એક નોટિસ પાઠવીને એક અઠવાડિયાની અંદર ખુલાસો પૂછતા સૌરવ ગાંગુલી ગુસ્સે ભરાયો છે.

ગાંગુલીએ કહ્યું કે ભારતીય ક્રિકેટમાં હિતોના ટકરાવનો મામલો સમાચારમાં રહેવા માટે નવી ફેશન બની ગયો છે. ભગવાન ભારતીય ક્રિકેટની મદદ કરે. બીસીસીઆઈના એથિક્સ અધિકારીએ રાહુલ દ્રવિડને હિતોના ટકરાવ મામલે નોટિસ પાઠવી છે.

બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીના મુખ્ય કોચ રાહુલ દ્વવિડને હાલમાં જ એથિક્સ ઓફિસર ડીકે જૈને નોટિસ મોકલીને ખુલાસો પૂછ્યો છે. જૈને આ નિર્ણય મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘના સભ્ય સંજીવ ગુપ્તાની ફરિયાદ બાદ લીધો છે.સચિન અને લક્ષ્મણને પણ મળી ચુકી છે નોટિસ

આ પહેલા સંજીવ ગુપ્તા સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ વિરુદ્ધ પણ હિતોના ટકરાવ મામલે ફરિયાદ કરી ચુક્યા છે. ગુપ્તાએ ફરિયાદ કરી હતી કે સચિવ અને લક્ષ્મણ ક્રિકેટ એડ્વાઇઝરી કમિટિની સભ્ય છે, સાથે સાથે બંને પોતાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટર તરીકે પણ કામ કરે છે.

સીમેન્ટ ગ્રુપ સાથે જોડાયેલો છે દ્રવિડ

ગુપ્તાની ફરિયાદ પ્રમાણે રાહુલ દ્રવિડ એનસીએના નિર્દેશક તરીકે નિમણૂક પામ્યા છે, અને તેઓ ઇન્ડિયન સીમેન્ટ ગ્રુપના ઉપાધ્યક્ષ પણ છે, જે આઇપીએલની ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સની માલિક છે. જોકે, એવા પણ સમાચાર સામે આવ્યા છે કે એનસીએ સાથે જોડાયા પછી દ્રવિડે ઇન્ડિયા સીમેન્ટ્સ સાથે કરાર ખતમ કરવાનો નિર્ણય લઈ લીધો હતો.
First published: August 7, 2019, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading