સૌરવ ગાંગુલી પાસે ન હતો આ સવાલનો જવાબ, કહ્યું - પીએમ મોદીને પુછો

News18 Gujarati
Updated: October 17, 2019, 3:41 PM IST
સૌરવ ગાંગુલી પાસે ન હતો આ સવાલનો જવાબ, કહ્યું - પીએમ મોદીને પુછો
સૌરવ ગાંગુલી પાસે ન હતો આ સવાલનો જવાબ, કહ્યું - પીએમ મોદીને પુછો

ગાંગુલીની બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે અને તે 23 ઑક્ટોબરે પોતાના કાર્યભાર સંભાળશે

  • Share this:
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટની દુનિયામાં દાદાના નામથી પ્રખ્યાત સૌરવ ગાંગુલી (Sourav Ganguly) હવે ભારતીય ક્રિકેટના સર્વેસર્વા બની ગયા છે. ગાંગુલીની બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે અને તે 23 ઑક્ટોબરે પોતાના કાર્યભાર સંભાળશે. સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈ અધ્યક્ષ બનતા જ પોતાનું વિઝન બધાની સામે રાખ્યું છે. ગાંગુલીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પર ખાસ ધ્યાન આપવાની વાત કહી છે. કોલકાતામાં મીડિયા સાથેની વાતચીતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો ઉપર પણ સવાલ પુછ્યો હતો. જેનો ગાંગુલીએ રસપ્રદ જવાબ આપ્યો હતો.

પીએમ મોદી-ઇમરાન ઇચ્છે ત્યારે થશે ભારત-પાકિસ્તાન શ્રેણી
સૌરવ ગાંગુલીએ ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો પર સીધો ઉત્તર આપતા કહ્યું હતું કે પીએમ મોદી (PM Modi) અને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન (Imran Khan) જ બંને દેશો વચ્ચે શ્રેણીનો નિર્ણય કરી શકે છે. દાદાએ કહ્યું હતું કે તમારે આ સવાલ પીએમ મોદી જી અને ઇમરાન ખાનને પુછવો જોઈએ. નિશ્ચિત રીતે અમને જ્યારે સરકારની મંજૂરી મળશે ત્યારે જ કાંઈક થશે. આ સવાલનો મારી પાસે કોઈ જવાબ નથી.

આ પણ વાંચો - હું પણ સામાન્ય માણસ છું, મને પણ ગુસ્સો આવે છે : મહેન્દ્રસિંહ ધોની

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે 2007 પછી કોઈ ટેસ્ટ શ્રેણી યોજાઈ નથી. બંને ટીમો ફક્ત આઈસીસી ટૂર્નામેન્ટ્સ અને એશિયા કપમાં એકબીજા સામે રમે છે. ગાંગુલીએ પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે સરકાર કહેશે બીસીસીઆઈ તેનું જ પાલન કરશે.

ભારત અને પાકિસ્તાન વૉર્મઅપ મેચમાં ટકરાશે!ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2020 (ICC T20 World Cup 2020) પહેલા ભારત અને પાકિસ્તાન વૉર્મઅપ મેચમાં ટકરાઇ શકે છે. ટી-20 વર્લ્ડ કપને સુપરહીટ કરાવવા માટે આઈસીસી આ આઈડિયા ઉપર કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ બે વર્ષ પહેલા જ જાહેર થઈ ગયો છે. જેમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમો અલગ-અલગ ગ્રૂપમાં છે. પાકિસ્તાનની ટીમ ગ્રૂપ 1 માં છે તો ટીમ ઇન્ડિયા ગ્રૂપ 2 માં છે. એમા બની શકે કે વર્લ્ડ કપમાં આ બંને ટીમોનો મુકાબલા ના થાય. જેથી આઈસીસી વૉર્મઅપ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટકરાય તેવી યોજના બનાવી રહ્યું છે.
First published: October 17, 2019
વધુ વાંચો
अगली ख़बर