બીજી ટેસ્ટ પહેલા ગાંગુલીની કોહલીને 'વિરાટ' સલાહ

News18 Gujarati
Updated: January 12, 2018, 7:35 PM IST
બીજી ટેસ્ટ પહેલા ગાંગુલીની કોહલીને 'વિરાટ' સલાહ
News18 Gujarati
Updated: January 12, 2018, 7:35 PM IST
સૌરભ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સલાહ આપી છે કે, તેઓ વર્તમાન બેટિંગ લાઈન-એપ પર વિશ્વાસ રાખે અને ટીમના સંયોજન સાથે વધારે છેડછાડ ન કરે. કેપટાઉન ટેસ્ટ ટીમમાં અજિંક્ય રહાણેની જગ્યાના સ્થાન પર રોહિત શર્માને તક આપવાના નિર્ણયની ખુબ જ ટીકા થઈ હતી.

રોહિતે બંને ઈનિંગમાં મળીને કુલ 21 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે 72 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના ઓપનર બેટ્સમેનોને લઈને પણ ખુબ જ ચર્ચા થઈ હતી. ખાસ કરીને શિખર ધવનને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ધવન બંને ઈનિંગમાં શોર્ટ પિચ બોલ પર આઉટ થયો હતો. એવામાં તેમના સ્થાન પર ટેકનિકલ રીતે વધારે સક્ષમ મનાતો લોકેશ રાહુલને અંતિમ ઈલેવનમાં સામેલ કરવાની વાત સામે આવી રહી છે.

સૌરવ ગાંગુલીએ પહેલી ટેસ્ટ હાર બાદ એક ઈન્ટરવ્યુંમાં કોહલીને સલાહ આપતા કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાએ શનિવારથી સેન્ચુરિયનમાં શરૂ થઈ રહેલ ટેસ્ટ માટે ટીમમાં કોઈ ફેરફાર કરવો જોઈએ નહી. ગાંગુલીએ કહ્યું કે, કેએલ રાહુલ અને અજિંક્ય રહાણેનો ભારત બહાર રેકોર્ડ સારા છે પરંતુ ભારત દરેક મેચમાં ફેરફાર કરી શકતું નથી. ટીમે આ બેટ્સમેનો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો બીજી ટેસ્ટમાં તે યથાવત રાખવો જોઈએ. ટીમને હજુ બે મેચો રમવાની બાકી છે અને મને વિશ્વાસ છે કે, ત્રણેય મેચોનો પરિણામ જરૂર આવશે.
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर