સૌરવ ગાંગુલીનો દાવો: IPL 2021 પૂર્ણ ન થઇ તો BCCIને થશે 2500 કરોડનું નુકશાન

સૌરવ ગાંગુલીનો દાવો: IPL 2021 પૂર્ણ ન થઇ તો BCCIને થશે 2500 કરોડનું નુકશાન

 • Share this:
  નવી દિલ્લી: ઈન્ડિયન પ્રિમિયર લીગ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ લીગના દમ પર બીસીસીઆઇ કરોડો રૂપિયાની કમાણી કરે છે. જેથી વર્લ્ડ ક્રિકેટમાં તેનું માન પણ વધ્યું છે. પરંતુ કોવિડ-19ના કારણે આ લીંગની 14મી સિઝનને સ્થગિત કરી દેવમાં આવી છે. જેથી દુનિયાના સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઇને આર્થિક નુકશાન થઇ શકે છે. બસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ (sourav ganguly) તો એમ પણ કહ્યું કે, આઇપીએલ 2021ની બાકીની મેચ જો નહિ રમાય તો બીસીસીઆઇને 2500 કરોડ રૂપિયાનું નુકશાન થઇ શકે છે.

  જોકે, ધ ટેલિગ્રાફ સાથેની વાતચીતમાં સૌરવ ગાંગુલીએ આઈપીએલ 2021 ના ​​મુલતવી રાખવાને ભારતીય ક્રિકેટ માટે મોટો આંચકો માનવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ટૂર્નામેન્ટની 31 મેચ બાકી છે અને તેની મુલતવી મોટો આંચકો નથી. આની અસર આઈપીએલની બ્રાંડ વેલ્યૂ પર થશે નહીં. ગાંગુલીએ કહ્યું કે, 'હું તેને આંચકો નહીં કહીશ. ભૂલશો નહીં કે વિમ્બલ્ડન અને ઓલિમ્પિક્સ ગયા વર્ષે પણ યોજાયા ન હતા. આ અભૂતપૂર્વ સમય છે અને આપણે આગળ વધવાની જરૂર છે. આપણે આ સ્થિતિમાં ઘણું બધુ કરી શકતા નથી. અમે ફક્ત સુધારણા માટેના સમયની રાહ જોઇ શકીએ છીએ. '


  IPL રદ થઇ પણ હજી સુઘી રાંચી નથી પહોંચ્યો ધોની, પહેલા વિદેશી ખેલાડીઓને મોકલશે ઘરે


  જ્યારે સૌરવ ગાંગુલીને આઈપીએલ 2021 મુલતવી રાખવાને કારણે થયેલા આર્થિક નુકસાન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જો આ ટૂર્નામેન્ટ પૂર્ણ નહીં થાય તો તે બીસીસીઆઈને આશરે 2500 કરોડ રૂપિયાનું નુકસાન કરશે. આપને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીની નજર ટી 20 વર્લ્ડ કપ પહેલા બાકીની આઈપીએલ મેચોનું આયોજન કરવા પર છે. ગાંગુલીએ કહ્યું કે ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ બીસીસીઆઈ આઈપીએલની વિંડો પર અન્ય ક્રિકેટ બોર્ડ સાથે વાત કરશે. ગાંગુલીએ કહ્યું કે બીસીસીઆઈ તેના પર કામ શરૂ કરશે.
  Published by:kuldipsinh barot
  First published:May 06, 2021, 20:03 pm

  ટૉપ ન્યૂઝ