એક સમયે ગાંગુલી સાથે રમનારો બોલર અત્યારે ચા વેચવા મજબૂર, જાણો તેનું દુ:ખદ સત્ય

તસવીર- @girishcwa twitter

અસમના બોલર પ્રકાશ ભગત (Prakash Bhagat)એ સૌરવ ગાંગુલીની સાથે સચિન તેડુલકર,ઝહીર ખાન. હરભજન સિંહ, વિરેન્દ્ર સહેવાગને મળવાનો પણ મોકો મળ્યો છે.

 • Share this:
  નવી દિલ્લી: સૌરવ ગાંગુલી(Sourav Ganguly) જેવા ખેલાડી સામે બોલીંગ કરીને પોતાનું ટેલેન્ટ બતાવનાર ખેલાડીનું ભવિષ્ય કંઇક અલગ જ હોવું જોઈએ. પરંતુ એક એવો ભારતીય બોલર છે જેને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ચા વહેચવી પડી રહી છે. અસમ તરફથી રણજી ટ્રોફી (Ranji Trophy) રમનાર બોલર પ્રકાશ ભગત (Prakash Bhagat) અત્યારે મુશ્કેલ સમય પ્રસાર કરી રહ્યો છે.

  2009-2010માં અસમ તરફથી રણજી ટ્રોફી રમનારા પ્રાશે 2003માં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિગ લીઘી હતી. તે સમયમાં તેણે સૌરવ ગાંગુલી સામે પણ પોતાની બોલીંગનું ટેલેન્ટ દેખાડી ચૂક્યો છે. તે સમયે તેને સચિન તેડુલકર,ઝહીર ખાન. હરભજન સિંહ, વિરેન્દ્ર સહેવાગને મળવાનો પણ મોકો મળ્યો છે.

  પિતાના મૃત્યુ બાદ ક્રિકેટ રમવાનું બંધ કર્યું

  પ્રકાશે કહ્યું કે 2011માં તેના પિતાનું નિધન થયા બાદ તેણે ક્રિકેટ રમવાનું બંધ કર્યું હતું. પિતા અને મોટા ભાઈ ચાટ વેચતા હતા અને પિતાના મોત બાદ મોટા ભાઈની તબિયત પણ ખરાબ થઇ ગઈ હતી. બારાક બહુલેટીન.કોમ સાથે વાતચીત કરતા પ્રકાશે કહ્યું કે કોરોના મહામારીની અસર તેના ધંધા પર પણ જોવા મળી હતી. અને ત્યારે તે ચા વેચવા માટે મજબૂર થયો છે.

  આ પણ વાંચો: HBD MS Dhoni: કૅપ્ટન કૂલની 5 યાદગાર બેટિંગ પરફોર્મન્સ જેનાથી બાજી પલટાઈ ગઈ હતી

  તેમણે કહ્યું કે મારા પરિવારે હંમેશા મુશ્કેલ સમય પસાર કર્યો છે. પરંતુ જ્યારે સમય પહેલા કરતા વધારે ખરાબ આવ્યો ત્યારે ચાની દુકાનમાંથી આવતી રકમમાંથી બે સમયનું જમવાનું પણ મુશ્કેલીથી મળતું હતું. તેમણે કહ્યું કે તેમના સાથી ક્રિકેટરોને સરકારી નોકરી મળી ગઈ છે. જ્યારે બીજી બાજુ તેનો પરિવાર સતત મુશ્કેલ દિવસો પસાર કરી રહ્યો છે.
  Published by:kuldipsinh barot
  First published: