BCCIનો અધ્યક્ષ બની શકે છે ટીમ ઇન્ડિયાનો આ ‘દબંગ’ ખેલાડી!

News18 Gujarati
Updated: August 11, 2018, 8:17 PM IST
BCCIનો અધ્યક્ષ બની શકે છે ટીમ ઇન્ડિયાનો આ ‘દબંગ’ ખેલાડી!
ટીમ ઇન્ડિયાનો પૂર્વ સુકાની સૌરવ ગાંગુલી બીસીસીઆઈનો નવો અધ્યક્ષ બની શકે છે.

નવા સંવિધાન પ્રમાણે કૂલિંડ ઓફ પીરિયડના કારણે ઘણા વર્તમાન અને પૂર્વ પ્રશાસક બીસીસીઆઈના અધ્યક્ષ પદ માટે અરજી કરી શકશે નહીં

  • Share this:
ટીમ ઇન્ડિયાનો પૂર્વ સુકાની સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)નો નવો અધ્યક્ષ બની શકે છે. રિપોર્ટ પ્રમાણે સુપ્રીમ કોર્ટે લોઢા કમિટીની કેટલીક ભલામણોને અલગ કર્યા પછી અને કેટલાક ફેરફાર સાથે નવા સંવિધાનને મંજુરી આપવાથી સૌરવ ગાંગુલીનો અધ્યક્ષ બનવાનો રસ્તો ખુલી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી બીસીસીઆઈના પ્રશાસનને લઈને ઘણા બધા વિવાદ થયા છે. જેથી બોર્ડને એવા વ્યક્તિની શોધ છે. જે બોર્ડને પણ સારી રીતે સંભાળી શકે અને સુપ્રીમ કોર્ટની આશા ઉપર ખરો ઉતરવા સિવાય મેનજમેન્ટને પણ પોતાના હિસાબથી ચલાવી શકે.

બોર્ડ નવા અધ્યક્ષની પસંદગી માટે વર્તમાન સમયમાં બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ પદ પર રહેલા સૌરવ ગાંગુલીના નામે ચર્ચા કરી રહ્યું છે. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ રહેલા જગમોહન દાલમિયાની નજીકનો ગણાતો ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિયેશન સાથે પોતાના ત્રીજા કાર્યકાળમાં કામ કરી રહ્યો છે. આ સિવાય આ દબંગ ખેલાડી બીસીસીઆઈની ટેકનિક સમિતિ, ક્રિકેટ સલાહકાર સમિતિ અને આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલ સાથે પણ કામ કરવાનો અનુભવ છે. એટલે કે પ્રિન્સ ઓફ કોલકાતા છેલ્લા ચાર વર્ષથી ક્રિકેટ પ્રશાસનમાં કાર્યરત છે.

નવા સંવિધાન પ્રમાણે કૂલિંડ ઓફ પીરિયડના કારણે ઘણા વર્તમાન અને પૂર્વ પ્રશાસક બીસીસીઆઈના અધ્યક્ષ પદ માટે અરજી કરી શકશે નહીં. આવા સમયે ગાંગુલી મજબૂત દાવેદાર બનીને ઉભરી રહ્યો છે. જોકે આ માટે તેણે બંગાળ ક્રિકેટ એસોસિયેશનનું પદ છોડવું પડશે.
First published: August 11, 2018, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading