Home /News /sport /

Sourav Ganguly: સૌરવ ગાંગુલીની શું છે આગામી ઇચ્છા, 50માં જન્મ દિવસે જણાવી ખાસ વાતો

Sourav Ganguly: સૌરવ ગાંગુલીની શું છે આગામી ઇચ્છા, 50માં જન્મ દિવસે જણાવી ખાસ વાતો

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, બીસીસીઆઈ સચિવ જય શાહ અને રાજીવ શુક્લા પણ બર્થ ડે સેલિબ્રેશનમાં ઉપસ્થિત રહ્યા હતા

Sourav Ganguly Birthday - ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પોતાના પરિવાર સાથે લંડનમાં 50માં જન્મ દિવસની ઉજવણી કરી

એરોન રોય બર્મન : ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ (BCCI)અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (sourav ganguly birthday)8 જુલાઈના રોજ પોતાનો 50મો જન્મદિવસ મનાવ્યો હતો. ગાંગુલીએ (sourav ganguly)પોતાના પરિવાર સાથે લંડનમાં જન્મ દિવસની ઉજવણી કરી હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, બીસીસીઆઈ સચિવ જય શાહ અને રાજીવ શુક્લા પણ બર્થ ડે સેલિબ્રેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી સાથેના આ ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાના જન્મદિવસના રિઝોલ્યુશન અને આજની ક્રિકેટ અંગે વાતો શેર કરી હતી.

Q.1 તમે 22 યાર્ડમાં રન અને અડધી સદી વટાવી છે, પરંતુ જ્યારે તમે 50 વર્ષના થાવ ત્યારે શું લાગણીઓ થાય છે?

Ans- એવું કંઈ ખાસ નથી, કારણ કે દરેક વીતતા વર્ષ સાથે મારી ઉંમર વધી રહી છે. તેથી મારા કામનો ભાર વધી રહ્યો છે. પરંતુ 50ની થ્રેશોલ્ડમાં ઊભા રહીને હું જે અનુભવી શકું છું તે મારા માટે હવે મારા કામને ઓછું કરવાનો અને મારા જીવનનો મહત્તમ આનંદ લેવાનો સમય છે.

Q.2 તમારી આજ સુધીની જીવન યાત્રા અવિશ્વસનીય અને પ્રેરણાદાયી બંને છે. તમે ઉતાર-ચઢાવ, આરોગ્ય અને માંદગી સાથે ડીલ કરી છે. જ્યારે તમે તે યાદોને પાછળ જોશો ત્યારે અહીં ઊભા રહીને કેવું લાગે છે?

Ans- હું ખરેખર નોસ્ટાલ્જિક અનુભવું છું. પ્રામાણિકપણે, હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મેં મારા દેશની જર્સી પહેરીને પાંચ સો મેચ રમી છે. જેમાં હું બસો મેચનો કેપ્ટન હતો. એક ખેલાડી બનવાથી લઈને પહેલા CAB પછી BCCIના વહીવટી કર્મચારી બનવા સુધી ભગવાને મને ઘણું આપ્યું છે, જેનો હું આભારી છું. તેથી હું માનું છું કે લોકોને મદદ કરવી મારી ફરજ છે. હું ખેલાડીઓને મદદ કરવાનો પ્રયાસ કરું છું અને હું તેમના પ્રત્યે એટલો સોફ્ટ છું કે તમે કલ્પના પણ ન કરી શકો.

Q.3 તમે તમારી પોસ્ટ 50 માટે કેવી રીતે આયોજન કરી રહ્યા છો?

Ans- ટ્રસ્ટ મી, મારું જીવન ફ્લો સાથે વહે છે. પરંતુ હું મારા કામનું દબાણ ઘટાડવા માટે પૂરા દિલથી પ્રયાસ કરીશ. પ્રામાણિકપણે મને ખબર નથી કે તે સફળ થઈ શકશે કે નહીં, પરંતુ વર્ષના અંતમાં તે અંગેના મારા અહેવાલનું મૂલ્યાંકન કરીશ.

Q.4 દરેક જન્મદિવસનું પોતાનું આગવું મહત્વ હોય છે. તમારામાં જન્મદિવસની કઈ યાદ હજુ તાજી છે?

Ans- વર્ષ 2002માં અમે લોર્ડ્સમાં નેટવેસ્ટ સિરીઝની ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું અને મારો જન્મદિવસ થોડા દિવસો પછી હતો. તેથી અમે તે વર્ષનો જન્મદિવસ ઈંગ્લેન્ડમાં ઉજવ્યો હતો.

Q.5 બંગાળીઓ માટે તમે ફેસ ઓફ સ્ટ્રગલ છો, સકારાત્મકતાનું પ્રતીક છો. તમારા સંઘર્ષ અને સકારાત્મકતાની પ્રેરણા શું છે?

Ans- બીલિવ મી, હું તેને સંઘર્ષ તરીકે જોતો નથી. થોડા દિવસો પહેલા એક કાર્યક્રમમાં હું કહી રહ્યો હતો કે મારી દરેક જવાબદારીને સો ટકા આપવામાં મને તકલીફ છે. જો હું મારું સંપૂર્ણ ન આપું તો તે મારા અને મારી પ્રતિભા માટે યોગ્ય નથી. હું પણ એક માણસ છું, જેના કારણે દસમાંથી ત્રણ-ચાર વખત હું પણ મારું શ્રેષ્ઠ આપી શકતો નથી, પરંતુ હું દરેક રીતે શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું.

આ પણ વાંચો - ઇદ પહેલા પાકિસ્તાની ક્રિકેટરના બકરાની ચોરી, 90 હજાર રૂપિયા છે કિંમત

Q.6 શું કોવિડ-19થી ચેપગ્રસ્ત થવામાં અને તમારી હોસ્પિટલમાં દાખલ થવાથી તમારી જીવન પ્રત્યેની ફિલોસોફી બદલાઈ છે?

Ans- ખરેખર એવું નથી. કોવિડ-19 હજુ પણ છે, પરંતુ તેની ડેડફુલનેસ હવે કાબૂમાં આવી ગઈ છે. સમગ્ર વિશ્વમાં કોવિડ-19ની ક્યારેય કોઈએ કલ્પના કરી નહોતી, પરંતુ આશા છે કે આપણે રોગના અંત તરફ આગળ વધી રહ્યાં છીએ.

Q.7 તમારા કરિયરનો ટર્નિંગ પોઈન્ટ શું છે?

Ans- 1999માં મારા જીવનની પ્રથમ ટેસ્ટ મેચની સદીએ મારું જીવન નિઃશંકપણે બદલી નાખ્યું. તેથી હું તમને જે તક મળી રહી છે, તેનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં વિશ્વાસ રાખું છું. જેથી કરીને તમને બીજી તક મળે.

Q.8 તમે 1999થી ક્રિકેટ સાથે જોડાયેલા છો, પહેલા ક્રિકેટર તરીકે અને હવે એડમિનિસ્ટ્રેટર તરીકે. દિવસ 1થી આજ સુધી તમે કયા ફેરફારોનો સામનો કરી રહ્યા છો?

Ans- બધું જડમૂળથી બદલાઈ ગયુ છે. મેં ટોટલ ઈવોલ્યુશન સર્કલ જોયેલું છે. પહેલા ટેસ્ટથી વન ડે પછી વન-ડેથી ટી-ટ્વેન્ટી પેટર્ન બદલાઈ ગઈ છે. જ્યારે મેં શરૂઆત કરી, ત્યારે ક્રિકેટનું ધોરણ ઘણું ઊંચું હતું, પરંતુ જે હવે સૌથી વધુ અપ લિફ્ટ થયું છે, તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હવે તે સંપૂર્ણપણે આધુનિક છે. મને યાદ છે, જ્યારે હું 1992માં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા રમવા ગયો હતો, ત્યારે મને આખા પ્રવાસ માટે ત્રીસ હજાર ચૂકવવામાં આવ્યા હતા. હવે એક ખેલાડીને સોથી દોઢસો કરોડ મળે છે. આ બધુ હવે ઘણું જ બદલાઈ ગયું છે.

Q.9 તમારા 50 જન્મદિવસ માટે રીઝોલ્યુશન શું છે?

Ans- હું માત્ર ફિટ અને સ્વસ્થ રહેવા માંગુ છું અને સંપૂર્ણ એકાગ્રતા તેમજ જવાબદારી સાથે મારું કાર્ય ચાલુ રાખવું એ જ મારું રિઝોલ્યુશન છે.

 રેપિડ ફાયર

A. જો તમે ક્રિકેટર ન હોત તો શું હોત?

Ans- કહેવું અઘરું છે. ખબર નથી કે જીવન તમને ક્યારે અને ક્યાં લઈ જાય છે.

B. તમારી પ્રથમ આવક અને ખર્ચ.

Ans- રણજી ટ્રોફી રમીને અને હું એટલું યાદ કરી શકું છું કે તે પૈસાથી જ મેં મારી જાતને જ ટ્રીટ આપી હતી.

C. શું તમે પુનર્જન્મમાં માનો છો? જો હા, તો પછીના જન્મમાં તમે શું બનવા ઈચ્છો છો?

Ans- હું મારા આગામી જીવનમાં ફરીથી લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન બનવા માંગુ છું.

D. લોકો તમારી બાયો-પિકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે તમને કેવી રીતે પ્રેઝન્ટ કરશે?

Ans- રીયલ સૌરવ તરીકે.
First published:

Tags: Sourav ganguly, ક્રિકેટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन