Home /News /sport /SAURAV GANGULY: સૌરવ ગાંગુલી કરવા જઈ રહ્યા છે ફિલ્મોમાં દાદાગીરી! બાયોપિકમાં જુઓ કયો અભિનેતા કરશે રોલ

SAURAV GANGULY: સૌરવ ગાંગુલી કરવા જઈ રહ્યા છે ફિલ્મોમાં દાદાગીરી! બાયોપિકમાં જુઓ કયો અભિનેતા કરશે રોલ

ગાંગુલીનું છલકાયું દર્દ

SOURAV GANGULY BIOPIC: ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવે કહ્યું, હું કેટલાક કામ માટે મુંબઈ જઈ રહ્યો છું. બાયોપિકની સ્ક્રિપ્ટને લઈને ચર્ચાઓ થઈ રહી છે. બાયોપિકની સ્ક્રિપ્ટ લખવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે.

બાયલાઈન: ઈરોન રોય બર્મન

કોલકાતાઃ સૌરવ ગાંગુલી (Saurav Ganguli Biopic)ના ફેન્સ માટે સારા સમાચાર છે. ગાંગુલી અને પ્રોડક્શન હાઉસ (લવ પ્રોડક્શન હાઉસ) એમ બંને ગાંગુલીની બાયોપિક માટે ઝડપી કામ કરી રહ્યા છે. દોઢ વર્ષ પહેલા ન્યૂઝ18એ સૌથી પહેલા ગાંગુલીની બાયોપિકના સમાચાર પ્રકાશિત કર્યા હતા. ત્યારે સૌરવે ખુલાસો કર્યો હતો કે તેની બાયોપિક બનશે અને ડીલ પર મહોર લાગી ગઈ છે. આ વખતે સૌરવે મુંબઈ જતાં પહેલાં ન્યૂઝ18માં પોતાની બાયોપિક વિશે ખુલીને વાત કરી હતી. સૌરવ સોમવારે સાંજે બે દિવસના પ્રવાસે મુંબઈ ગયા હતા.

શું કહ્યું દાદાએ?

ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવે કહ્યું, હું કેટલાક કામ માટે મુંબઈ જઈ રહ્યો છું. બાયોપિકની સ્ક્રિપ્ટને લઈને ચર્ચાઓ થઈ રહી છે. બાયોપિકની સ્ક્રિપ્ટ લખવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. એ પછી સૌરવે પોતાના વિશેની એક્સક્લુઝિવ માહિતી આપી હતી.

ગાંગુલીએ કહ્યું કે, અસલમાં હું મારી બાયોપિકની સ્ક્રિપ્ટ જાતે લખી રહ્યો છું. પટકથાની ચર્ચા લવ પ્રોડક્શન હાઉસ સાથે કરવામાં આવશે. ઘણા મહિનાઓ સુધી આ બાયોપિક બનાવવાનું કામ ઝડપથી આગળ વધ્યું નહોતું. વાસ્તવમાં પ્રોડક્શન હાઉસ અને મારા ટાઇટ શિડયુલને કારણે કામ ખાસ વેગ પકડતું નહોતું. પરંતુ આ વખતે કામ ઝડપથી થઈ જશે.

આ પણ વાંચો: SURYAKUMAR VIDEO: સુર્યુકુમાર યાદવે કહ્યું ટીમ ઈન્ડિયાનો આ બોલર છે મારો બેટિંગ કોચ, મને બધુ એ જ શીખવાડે છે

ગાંગુલીનું પાત્ર કોણ ભજવશે?

આ દરમિયાન સૌરવ ગાંગુલીને તેની ભૂમિકા ભજવનાર અભિનેતા અંગે પૂછવામાં આવતા ગાંગુલીએ કહ્યું, આ બાબતે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હું આશા રાખું છું કે મીટિંગ પછી કંઈક સકારાત્મક શેર કરી શકું. પોતાની બાયોપિકની રિલીઝ ડેટ વિશે ગાંગુલીએ જવાબ આપ્યો હતો કે, આ બધું હજી ફાઇનલ થયું નથી. સ્ક્રિપ્ટ રાઇટિંગ લગભગ પૂરું થઈ ગયું છે. હવે પછીનું કામ શરૂ થશે.
" isDesktop="true" id="1325884" >

આમ ભલે ખુદ સૌરવે કશું કહ્યું ન હોય, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રોડક્શન કંપની રણબીર કપૂર વિશે વિચારી રહી છે. સૌરવની પોતાની પસંદગી પણ રણબીર જ છે. પરંતુ તેની સાથે કશું જ ફાઇનલ થયું નથી. કેટલાક અન્ય લોકોના નામ ચર્ચામાં છે. સૌરવ પ્રોડક્શન હાઉસને મળવા માટે તેના મિત્ર સંજય દાસ સાથે સોમવારની સાંજની ફ્લાઇટમાં મુંબઇ પહોંચ્યા હતા. સૌરવ સરસ્વતી પૂજા પહેલા બુધવારે રાત્રે કોલકાતા પરત ફરશે. ડોના ગાંગુલીની ડાન્સ સ્કૂલની સરસ્વતી પૂજામાં સૌરવ હાજર રહેશે.
First published:

Tags: Sourav ganguly, Sourav ganguly biopic, સૌરવ ગાંગુલી

विज्ञापन