VIDEO: કોણ છે રોહિત શર્માની એક્સ ગર્લફ્રેન્ડ સોફિયા હયાત? હિટમેન સાથે રિલેશનશિપને લઇને પ્રશંસકોને કરી આવી અપીલ
VIDEO: કોણ છે રોહિત શર્માની એક્સ ગર્લફ્રેન્ડ સોફિયા હયાત? હિટમેન સાથે રિલેશનશિપને લઇને પ્રશંસકોને કરી આવી અપીલ
સોફિયાએ એક વીડિયો શેર કરીને પ્રશંસકોને અપીલ કરી છે કે તેઓ તેની અને રોહિત શર્માની વાતો કરવાનું બંધ કરે (Twitter)
Sofia Hayat Video - 2012માં સોફિયા હયાત અને રોહિત શર્મા વચ્ચે અફેરના સમાચાર સામે આવ્યા હતા, સોફિયાએ એક સમયે કહ્યું હતું કે તે રોહિતને લંડનની હોટલમાં મળી હતી જ્યાં આ ક્રિકેટરે તેને કિસ કરી હતી
મુંબઈ : એકસમયે પોતાને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની (Rohit Sharma) ગર્લફ્રેન્ડ ગણાવી ચુકેલી બિગ બોસની પૂર્વ સ્પર્ધક સોફિયા હયાત (Sofia Hayat)ફરી ચર્ચામાં આવી છે. સોફિયાએ એક વીડિયો શેર કરીને પ્રશંસકોને અપીલ કરી છે કે તેઓ તેની અને રોહિત શર્માની વાતો કરવાનું બંધ કરે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં સોફિયા હયાત અને રોહિત શર્મા વચ્ચે અફેરના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે સોફિયાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે તે રોહિતને ડેટ કરી ચુકી છે પણ હવ બન્ને વચ્ચે બધુ ખતમ થઇ ગયું છે.
38 વર્ષીય સોફિયાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં તે સ્વિમિંગ સૂટમાં જોવા મળી રહી છે. સોફિયા વીડિયોમાં પ્રશંસકોને અપીલ કરી રહી છે કે શું હવે આપણે તેને જવા દઈ શકીએ છીએ. મારી અને રોહિત શર્મા વિશે વાતો કરવાનું બંધ કરો. મને વિશ્વાસ થઇ રહ્યો નથી કે લોકો હજુ પણ ઇચ્છે છે કે અમે સાથે રહીએ. છેલ્લા કેટલાક દિવસોથી મારું અને રોહિતનું નામ ટ્રેન્ડ કરી રહ્યું છે. શું આપણે તેનું સન્માન કરી શકીએ કે તે પરિણીત છે અને તેમને એક બાળક છે. તેમના લગ્નને સન્માન કરો.
Can we please let it go. Let's stop talking me and Rohit Sharma. I can't believe people still want us to be together. The last few days my name and Rohits has been trending. Can we respect that he is married with a child now. Let there be some respect for hi marriage. pic.twitter.com/gbxQhgqIjT
સોફિયાએ એક સમયે કહ્યું હતું કે તે રોહિતને લંડનની હોટલમાં મળી હતી જ્યાં આ ક્રિકેટરે તેને કિસ કરી હતી. તેનો દાવો હતો કે રોહિતે તેની સાથે ડાન્સ પણ કર્યો હતો. જોકે તેનું દિલ તે સમયે તૂટી ગયું જ્યારે હિટમેને પોતાના મિત્રો વચ્ચે તેને પ્રશંસક કહીને ઓળખ કરાવી હતી. સોફિયાએ વીડિયોમાં કહ્યું કે હું રોહિતને હવે ભૂલી ચુકી છું. મને યાદ નથી કે તે કેવો દેખાય છે. અમારા પ્રશંસકોએ અમને ફરી ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું છે. અમારી બન્ને વચ્ચે બધું ખતમ થઇ ગયું છે. અને બન્ને પોત-પોતાના જીવનથી ખુશ છીએ.
રોહિત શર્મા કોરોના પોઝિટિવ
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત (Rohit Sharma Covid 19 Positive)થયો છે. શનિવારે તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ થયો હતો જેમાં તે પોઝિટિવ આવ્યો છે. રોહિત શર્મા (Rohit Sharma)હાલ બીસીસીઆઈની (BCCI)મેડિકલ ટીમની દેખરેખમાં છે. તેને ટીમ હોટલમાં આઇસોલેટ કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી બીસીસીઆઈએ આપી છે. રોહિત હાલ લીસ્ટરશાયર સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહ્યો હતો. જોકે ત્રીજા દિવસે તે બેટિંગ કરવા આવ્યો ન હતો. તેના સ્થાને શ્રીકર ભરત ઓપનિંગ કરવા ઉતર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં રોહિત ઓપનિંગમાં ઉતર્યો હતો. રોમન વોકરની ઓવરમાં આઉટ થયા પહેલા તેણે 25 રન બનાવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર