તો આ માટે યૂઝવેન્દ્ર ચહલને ખુબ જ પસંદ કરે છે હેનરિક ક્લાસે...

News18 Gujarati
Updated: February 22, 2018, 7:57 PM IST
તો આ માટે યૂઝવેન્દ્ર ચહલને ખુબ જ પસંદ કરે છે હેનરિક ક્લાસે...

  • Share this:
યૂઝવેન્દ્ર ચહલની ધોલાઈ કરનાર દક્ષિણ આફ્રિકા બેટ્સમેન હેનરિક ક્લાસેએ કહ્યું કે, ભલે તેમના અન્ય સાથી આ લેગ સ્પિનરને સમજવામાં નિષ્ફળ રહ્યાં હોય પરંતુ તેને ચહલનો સામનો કરવો ખુબ જ પસંદ છે.

ચહલ વિરૂદ્ધ ક્લાસેન બને છે આક્રમક

ક્લાસેએ બુધવારે રાત્રે 30 બોલમાં 69 રન બનાવ્યા જેમાં દક્ષિણ આફ્રિકાએ બીજી ટી-20 ઈન્ટરનેશનલ મેચ 6 વિકેટથી જીત મેળવી લીધી. વાંડર્સની જેમ ક્લાસેએ ચહલ વિરૂદ્ધ આક્રમક તેવર બતાવ્યા. ઈનિંગની 13મી ઓવરમાં ક્લાસેએ ચહલની ઓવરમાં 23 રન ફટકાર્યા હતા. ચહલ અને કુલદીપ યાદવની સ્પિન જોડીએ દક્ષિણ આફ્રિકન બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે પરંતુ ક્લાસેએ બીજી ઈનિંગમાં આ બંનેની જોડીને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.

ચહલની કરી ખુબ જ ધોલાઈ

ચહલે ચાર ઓવરમાં 64 રન આપ્યા અને તેને એકપણ વિકેટ મળી નહતી. 26 વર્ષિય ક્લાસેએ કહ્યું કે, તેમને લેગ સ્પિનર વિરૂદ્ધ રમવું ખુબ જ પસંદ છે. તેમને ચહલ વિશે કહ્યું કે, મને તેમનો સામનો કરવો ખુબ જ પસંદ છે. ખાસ કરીને જ્યારે હું અમેચ્યોર ક્રિકેટમાં હતો ત્યારે બે ઉપયોગી સ્પિનર હતા. મે ટાઈટન્સ (ક્લાસેને ઘરેલૂ ટીમ) તરફથી શાન વાન બર્ગનો પણ ખુબ જ સામનો કર્યો હતો.

આવી હતી બીજી ટી-20ની રણનીતિક્લાસેએ કહ્યું, અમે હંમેશા મજાક કરતા હતા કે, મારે અન્ય લેગ સ્પિનરની કારકિર્દી બર્બાદ કરવી જોઈએ જેથી તે આગળ વધી શકે. ઘણી વખત આવું થઈ જતું હોય છે. તમે જ્યાં શોર્ટ મારવા માંગતા હો ત્યાં બોલને હિટ કરાવવાની મજા જ કંઈક અલગ છે. કાલે રાત્રે તેવું જ થયું. ક્લાસેએ કહ્યું કે, ચહલ પર આક્રમક થવું તે રણનીતિનો ભાગ નહતો. તેમને કહ્યું કે, તે રણનીતિનો ભાગ નહતો. પરંતુ ફાસ્ટ બોલર્સ કરતાં લેગ સ્પિનર વિરૂદ્ધ મે વધારે તક બનાવી કેમ કે, તેમના વિરૂદ્ધ મારી પાસે વધારે વિકલ્પ હતા.
First published: February 22, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading