ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team)ની અનુભવી ઓપનર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) મહિલા આઇપીએલ (WPL 2023)માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Smriti Mandhana in RCB) તરફથી રમતી જોવા મળશે. મંધાનાને આરસીબીએ 3 કરોડ 40 લાખમાં પોતાની ટીમમાં સામેલ કરી છે. મુંબઇમાં આયોજીત WPL 2023 ઓક્શનમાં મંધાનાને આરસીબીએ પોતાની સાથે સામેલ કરી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આઇપીએલમાં 18 નંબરની જર્સી પહેરીને રમે છે. હવે મહિલા આઇપીએલમાં આરસીબી ટીમ તરફથી સ્મૃતિ મંધાના 18 નંબરની જર્સીમાં જોવા મળશે. 26 વર્ષિય લેફ્ટ હેન્ડ બેટર સ્મૃતુ મંધાના હાલ ટી20 વર્લ્ડ કપમાં ભાગ લઇ રહી છે. મંધાના ઇજાના કારણે પાકિસ્તાન સામે સાઉથ આફ્રિકામાં રમાયેલ ટી20 વર્લ્ડ મેચમાં રમી શકી નહોતી. જોકે, ઓક્શન દરમિયાન તેમની નજર ટીવી સેટ પર રહેલી હતી.
સ્મૃતિ મંધાના પર મોટી બોલી લગાવ્યા બાદ સાથી ખેલાડીઓએ તેને ભેટીને શુભેચ્છાઓ પાઠવી હતી. મંધાના આ દરમિયાન ખુબ જ ખુશ જોવા મળી હતી. મંધાનાની પાસે ઇન્ટરનેશનલ ક્રિકેટનો ખૂબ મોટો અનુભવ છે. આ દરમિયાન સ્મૃતિ મંધનાને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની કેપ્ટન પણ બનાવવામાં આવે તેવી અટકળો છે. તેનામાં ધુંઆધાર બેટિંગ કરવાની ક્ષમતાની સાથે સાથે ટીમનું નેતૃત્વ કરવાની પણ ક્ષમતા રહેલી છે.
સ્મૃતિ મંધાના બાળપણથી પોતાના ભાઇ સાથે ક્રિકેટ રમતી હતી. ત્યારે મંધાનાના ભાઇ અંડર-15 ક્રિકેટમાં રમતો હતો. મંધાનાએ ભાઇને જોઇને જ ક્રિકેટમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. સ્મૃતિ મંધાના 11 વર્ષની ઉંમરમાં અંડર-19 ક્રિકેટમાં પસંદગી પામી હતી. મંધાનાના નામે ભારતીય મહિલા વિશ્વ કપમાં ભારતીય તરીકે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. મંધાના અને હરમનપ્રીત કોરે વર્ષ 2022માં અણનમ 184 રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિ મંધાના ભારત માટે 112 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે. આ દરમિયાન તેણે 2651 રન બનાવ્યા છે. મંધાનાએ ટ20માં અત્યાર સુધીમાં 20 હાફ સેન્ચુરી ફટકારી છે.
અહીં ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધીમાં માત્ર 3 ખેલાડીઓ પર 3 કરોડથી વધુની બોલી લાગી છે. જ્યારે 4 દેશોની કેપ્ટન અનસોલ્ડ રહી છે. તેમાં સાઉથ આફ્રિકાની સુને લુસ, ઇંગ્લેન્ડની હીથર નાઇટ શ્રીલંકાની ચમારી અટાપટ્ટૂ અને વેસ્ટ ઇન્ડિઝની હેલી મેથ્યૂઝ સામેલ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર