ઈંગ્લેન્ડમાં સ્મૃતિ મંધાનાની તોફાની બેટિંગ, પરંતુ આ વાતને લઈ થયો પસ્તાવો

News18 Gujarati
Updated: July 23, 2018, 2:05 PM IST
ઈંગ્લેન્ડમાં સ્મૃતિ મંધાનાની તોફાની બેટિંગ, પરંતુ આ વાતને લઈ થયો પસ્તાવો

  • Share this:
ટીમ ઈન્ડીયાની ઓપનર સ્મૃતિ મંધાનાએ ઈંગ્લેન્ડમાં રમવામાં આવી રહેલી સુપર લીગની ડેબ્યૂ મેચમાં જ તોફાની બેટિંગ કરી છે. તેણે માત્ર 20 બોલમાં 48 રન ફટકારી દીધા. મંધાના વેસ્ટર્ન સ્ટોર્મ માટે રમી રહી હતી અને તેણે યોર્કશાયર ડાયમંડના બોલરોને ધોઈ નાખ્યા. ટોટનના મેદાન પર રમવામાં આવેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતા ડાયમંડ ટીમે શરૂઆતમાં જ વિકેટ બેથ મૂની અને ચમારી અટ્ટાપટ્ટુને 10 બોલની અંદર જ ખોઈ દીધા. ત્યારબાદ કપ્તાન લૌરા વિનફિલ્ડ(41, એલિસ ડેવિડસન રિચર્ડસ (33) અને ડેલિસા કિમિન્સ (55*)થી પારી સંભાળી, અને સ્કોર 162-5 સુધી પહોંચાડી શકી.

સ્મૃતિ મંધાનાએ ફટકાર્યા 5 છગ્ગા
જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટર્ન સ્ટોર્મની પહેલી વિકેટ રચેલ પ્રીસ્ટની પડી. ત્યારબાદ કપ્તાન હીથર નાઈટ સ્મૂતિ મંધાનાને સાથ આપવા મેદાનમાં ઉતરી. અને આ બંનેની જોડીએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી. બંનેએ 41 બોલમાં 80 રન ફટકારી દીધા, અને મેચને લગભગ ખતમ કરી દીધી.

મંધાનાએ અડધો કલાક ક્રિજ પર રહી બોલરોની જબરદસ્ત ધોલાઈ કરી અને પોતાના 20 બોલમાં 48 રનની પારી દરમ્યાન 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. જોકે તે અડધી સદી બનાવતા ચુકી ગઈ અને આઉટ થઈ ગઈ. જો તેણે અડધી સદી બનાવી લીધી હોત તો, આ લીગમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ તેના નામે થઈ ગયો હોત. અત્યાર સુધીમાં ફાસ્ટ અડધી ફટકારવાનો રેકોર્ડ 22 બોલમાં છે. જેથી સ્મૃતિ મંધાનાને આઉટ થયા બાદ ઘણો પસ્તાવો થયો હશે.

ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન સ્ટોર્મે આ લક્ષ્ય 3 વિકેટમાં પુરુ કરી 7 વિકેટે શાનદાર જીત મેળવી હતી. હીથર નાઈટે સૌથી વધારે 62 બોલમાં 97 રન બનાવ્યા અને તે મેન ઓફ ધ મેચ રહી હતી.
First published: July 23, 2018, 1:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading