સ્મૃતિ મંધાનાએ એશિયામાં સૌથી ફાસ્ટ અર્ધશતક કરવાનો બનાવ્યો રેકોર્ડ

 • Share this:
  મુંબઈમાં મહિલા ટી-20 ટ્રાઈ સીરિઝની ત્રીજી મેચમાં સ્મૃતિ મંધાનાએ મોટી ઉપલ્બધિ મેળવી છે. શાનદાર ફોર્મમાં આવેલી 21 વર્ષની મંઘાનાએ ઈંગ્લેન્ડની સામે 40 બોલમાં 76 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે માત્ર 25 બોલમાં પોતાનું અર્ધશતક પુરૂ કર્યું છે.

  આ સાથે જ મંઘાનાએ ન તો માત્ર ભારતીય મહિલા ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ ઝડપી અર્ધશતરનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે પરંતુ તે સૌથી ફાસ્ટ હાફ સેન્ચુરી મારનાર એશિયાઈ ખેલાડી પણ બની ગઈ છે. મજાની વાત એ છે કે 3 દિવસ પહેલા મંઘાનાએ ઓસ્ટ્રેલિયા સામે 30 બોલમાં અર્ધશતક પુરૂં કરીને સૌથી ઓછા બોલમાં પચાસ રન બનાવવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો આ રેકોર્ડને તેણે જ તોડી દીધો છે.  ઓવરઓલ ટી-20 આંતરરાષ્ટ્રીયની વાત કરીએ તો મંઘાનાએ ચોથી વાર સૌથી ફાસ્ટ 50 રન બનાવ્યાં છે. ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈને 18 બોલમાં ફિફ્ટી રન કરીને શિખર પર છે. તેને ભારત સામે 2005માં આ કારનામું કર્યું હતું. ડિએન્ડ્રા ડોટિન (વેસ્ટઈન્ડિઝ), રેચલ પ્રીસ્ટે (ન્યૂઝિલેન્ડ) 22 બોલમાં અર્ધશતક પૂરૂં કર્યું છે. જ્યારે ડોટિન અને એસસી કિંગે 25 બોલમાં અર્ધશતક કરી ચુકી છે.

  મંઘાનાની આ ધુંવાધાર પારીને કારણે ભારતે 20 ઓવરોમાં 198/4નો સ્કોર કર્યો હતો. જેની સાથે જ ટી-20માં ભારતનો આ સર્વોચ્ચ સ્કોર છે. સાથે જ મહિલા ટી-20 ઈન્ટરનેશનલનો બીજો સૌથી મોટો સ્કોર છે.
  Published by:Kaushal Pancholi
  First published: