Home /News /sport /WPL 2023 : સ્મૃતિ, રેણુકા અને ખૂબસુરત ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર, બેંગ્લોરે મહિલા ક્રિકેટમાં પણ બનાવી જોરદાર ટીમ
WPL 2023 : સ્મૃતિ, રેણુકા અને ખૂબસુરત ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર, બેંગ્લોરે મહિલા ક્રિકેટમાં પણ બનાવી જોરદાર ટીમ
smriti mandhana wpl
WPL CRICKET 2023 : પુરુષોની IPL ટીમની જેમ મહિલા ક્રિકેટની ટીમ પણ બેંગ્લોરે જોરદાર બનાવી છે. બેંગ્લોરે સ્મૃતિ મંધાના, એલિસ પેરી અને રેણુકા શર્મા જેવી ધુરંધર ક્રિકેટરોને ટીમમાં સામેલ કરી લીધી છે.
આજનો દિવસ મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે ઐતિહાસિક છે. ભારતમાં પ્રથમ વખત યોજાનારી મહિલા IPL (WPL 2023 Auction)ની હરાજીમાં ઘણા ખેલાડીઓને લોટરી લાગી છે. બીસીસીઆઈએ હરાજી માટે 448 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, જેમાં 270 ભારતીય મહિલા ક્રિકેટર્સ સામેલ છે. આમાંથી 90 ,મહિલા ખેલાડીઓ પર બોલી લગાવવાની અપેક્ષા છે. 5 ટીમો 12 કરોડ રૂપિયાની સમાન રકમ સાથે હરાજીમાં ભાગ લેશે. એક ટીમ ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરથી લઈને સ્મૃતિ મંધાના અને ડેનિયલ વેઈટ જેવી મહિલા ક્રિકેટરોએ હરાજીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
શેફાલીને 2 કરોડ મળ્યા
WPL 2023 હરાજી અપડેટ્સ: શેફાલી વર્માની બેઝ પ્રાઇઝ 50 લાખ હતી. તે પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતી છે. તાજેતરમાં તેણે Under 19 મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ ટી-20 વર્લ્ડકપ જિતાડયો હતો. બેંગલોર અને દિલ્હીની ટીમો વચ્ચે સ્પર્ધા હતી. મુંબઈ પણ પાછળથી હરીફાઈમાં ઉતર્યું હતું. શેફાલીને આખરે દિલ્હીએ 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
બેંગલોરની ટીમ જોરદાર
તો પુરુષોની IPL ટીમની જેમ મહિલા ક્રિકેટની ટીમ પણ બેંગ્લોરે જોરદાર બનાવી છે. બેંગ્લોરે સ્મૃતિ મંધાના, એલિસ પેરી અને રેણુકા શર્મા જેવી ધુરંધર ક્રિકેટરોને ટીમમાં સામેલ કરી લીધી છે.
મંધાના પર કરોડોની બોલી
WPL 2023 ઓક્શન અપડેટ્સ: ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાને લઈને મુંબઈ ઈન્ડિયન્સ અને RCB વચ્ચે યુદ્ધ થયું હતું. બંનેએ 50 લાખની બેઝ પ્રાઈસ બાદ ખેલાડી પર મોટો દાવ રમ્યો હતો. આખરે આરસીબીએ તેને 3.4 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી હતી.
ઋચા ઘોષ પણ બેંગલોરની ટીમમાં
ઋચા ઘોષ તાજેતરમાં ઊભરી આવેલી શાનદાર વિસ્ફોટક બેટર છે જેણે ઘણા ક્રિકેટ ફેંસનું ધ્યાન ખેંચ્યું છે અને ઘણી મેચો જીતાડી છે. તેને પણ RCB ની ટીમે 1.9 કરોડમાં ખરીદી લીધી છે.
ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. દિલ્હી અને આરસીબી વચ્ચે ભારે હરીફાઈ થઈ હતી. અંતે, RCBએ તેને 1.50 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.
" isDesktop="true" id="1337500" >
પેરીને પણ RCB એ કરી સામેલ
દિલ્હી અને RCB વચ્ચે અન્ય ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર એલિસ પેરીને લઈને યુદ્ધ થયું હતું. આખરે આરસીબીએ તેને 1.70 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર