બીસીસીસીઆઈ દ્વારા આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ટી20 કેપ્ટન તરીકે રોહિત શર્માની વરણી કરવામાં આવી છે તેમજ નવી ટીમની (Indian Squad For Newzealand Tournament) જાહેરાત પણ કરવામાં આવી છે. આ ટીમમાં ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે નવા ચહેરાનોને સ્થાન આપવામાં આવ્યુ છે. જોકે, આ ટીમમાં સૌરાષ્ટ્રના કેપ્ટન અને ઓલ રાઉન્ડર જયદેવ ઉનડકટની બાદબાકી છે. લાંબા સમયથી સિલેક્ટરો જયદેવ ઉનડકટને સ્થાન મળી રહ્યુ નથી. જયદેવ ઉનડકટ હાલમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ધમાલ મચાવી છે (SMAT 2021 Jaydev Unadkat Video). ફાસ્ટ બોલરે પોતાની બેટિંગનો એક વીડિયો મૂકતા ફેન્સ તેને હાર્દિક પંડ્યા સાથે સરખાવી રહ્યા છે.
રણજી અને ડોમેસ્ટિક ક્રિકેટના અન્ય ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરી રહેલા જયદેવ ઉનડકટની તાજેતરમાં જ જાહેર થયેલી ટી-20 ટીમ અથવા તો સાઉથ આફ્રિકા પ્રવાસે જનારી ઈન્ડિયા-એની ટીમમાં પસંદગી થઈ નથી. આ બાબતે આડકતરો ઈશારો કરતા ઉનડકટે સિલેક્ટરોને જાણે કે પોતાની બેટિંગનો પરિચય આપ્યો હોય તેવું જણાય છે. ઉનડકટે ટ્વીટરમાં પોતાની આક્રમક બેટિંગનો વીડિયો પોસ્ટ કર્યો છે.
ઉનડકટે તરખાટ મચાવ્યો
જયદેવ ઉનડકટે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં હૈદરાબાદ સામે આક્રમક બેટિંગ કરી હતી. ડાબોડી બોલર રમી પણ શકે છે તેનું ઉદાહરણ તેણે આ મેચમાં આપ્યું હતું. જયદેવે આ મેચમાં 32 બોલમાં 58 રન ફટકાર્યા હતા. જયદેવે પોતાની ઇનિંગમાં 3 સિક્સ અને ત્રણ ફોર મારી હતી જેમાં મોહમ્મદ સિરાજ જેવા બોલર પણ મેદાને હતા.
જયદેવ ઉનડકટે પોતાની બેટિંગનો વીડિયો ટ્વીટ કર્યો હતો. આ ટ્વીટમાં તેણે લખ્યુ હતું કે બીજો એક ફાસ્ટ બૉલર જે બેટિંગ કરી શકે છે. .., ઉનડકટનો આ ટોણો સમજનારા સમજી ગયા છે.
કેટલા યૂઝરે આ ટ્વીટના જવાબમાં લખ્યું હતું કે તું હાર્દિક પંડ્યા કરતા વધું સારો ઓલરાઉન્ડર છે. જોકે, કેટલાક દર્શકોએ એવું પણ લખ્યું હતું કે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં લેવાની જરૂર હતી.
ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે પસંદ થયેલી ટીમ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે નવી ટીમ : ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે નવા ચહેરાનોને સ્થાન આપવામાં આવ્યુ છે. ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, સૂર્યા કુમાર યાદવ, ઈશાન કિશાન, વેંકટેષ ઐયર, યૂઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, હર્ષલ પટેલ, મોહમ્મદ શિરાજને સ્થાન મળ્યું છે. જ્યારે કેપ્ટનશીપ છોડનાર વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાને આરામ કરવામાં આવ્યો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર