પાકિસ્તાનની જીત મેચ ફિક્સિંગ ઉપર આધાર રાખશે : આમિર

News18 Gujarati
Updated: June 2, 2019, 5:14 PM IST
પાકિસ્તાનની જીત મેચ ફિક્સિંગ ઉપર આધાર રાખશે : આમિર
પાકિસ્તાનની જીત મેચ ફિક્સિંગ ઉપર આધાર રાખશે : આમિર

પાકિસ્તાનના શરમજનક પરાજયના કારણે ઘણા પૂર્વ ખેલાડીઓ પોતાની ટીમની ટિકા કરી રહ્યા છે

  • Share this:
ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સફર ઝટકા સાથે શરુ થઈ છે. વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાન સામે એકતરફી વિજય મેળવ્યો હતો. આ મુકાબલામાં પાકિસ્તાનની ટીમ ફક્ત 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનના આ શરમજનક પરાજયના કારણે ઘણા પૂર્વ ખેલાડીઓ પોતાની ટીમની ટિકા કરી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની મૂળના એક મોટા ખેલાડીનું નિવેદન સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે. આ ખેલાડીનું નામ છે આમિર ખાન, જે પાકિસ્તાની મૂળનો બ્રિટીશ નાગરિક છે અને પ્રખ્યાત બોક્સર છે.

એક ઇન્ટરવ્યૂમાં જ્યારે આમિરને પુછવામાં આવ્યું હતું કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીત વિશે તમે શું વિચારો છો. આ સવાલ પર આમિરની જીભ લપસી ગઈ હતી. તેણે કહ્યું હતું કે દરેક ટીમ પાસે વર્લ્ડ કપ જીતવાની તક છે. તે મેચો ઉપર આધાર રાખે છે તે કેવી રીતે મેચ ફિક્સ કરે છે. ક્રિકેટ ઘણી મુશ્કેલ રમત છે. જો તમારી શરુઆત ખરાબ થાય તો તમારા માટે પાછા ફરવું મુશ્કેલ હોય છે. મારા મતે પાકિસ્તાને સારી શરુઆત કરવી જોઈએ.

આ પણ વાંચો - વિરાટ કોહલીના અંગુઠામાં થઈ ઈજા! ટીમ ઇન્ડિયા પરેશાન

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ટીમ હાલ કંગાળ ફોર્મમાં છે. તેનો સતત 11 વન-ડે મેચમાં પરાજય થયો છે.
First published: June 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading