IPL 2021 માટે BCCIને શ્રીલંકા તરફથી મળી મોટી ઓફર, સપ્ટેમ્બરમાં થઈ શકે છે આયોજન?

IPL 2021 માટે BCCIને શ્રીલંકા તરફથી મળી મોટી ઓફર, સપ્ટેમ્બરમાં થઈ શકે છે આયોજન?

  • Share this:
    વી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021)ની 29 મેચો થયા બાદ ટૂર્નામેન્ટને સ્થગિત કરી દેવમાં આવ્યું હતું. મેચો રદ થવાથી બીસીસીઆઇને મોટુ નુકશાન થઇ શકે છે. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ગુરુવારે જણાવ્યું હતું કે, આઇપીએલની આગામી મેચો નહિ થાય તો બોર્ડને 2500 કરોડ રૂપિયાનું નુકશાન થઇ શકે છે. ભારતમાં જેવી રીતો કોરોનાના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે એ જોતા ભારતમાં આઇપીએલનું આયોજન કરવું ખુબજ મુશ્કેલ સાબિત થઇ શકે છે. જેના કારણે બોર્ડને ઈંગ્લેન્ડ અને શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા આઇપીએલની બાકીની મેચો આયોજન કરવા માટે ઓફર કરવામાં આવી રહી છે.

    શુક્રવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આઈપીએલ 2021 ની બાકીની મેચ તેમના દેશમાં યોજવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇને આમંત્રણ પણ મોકલ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકા ક્રિકેટની મેનેજિંગ કમિટીના અધ્યક્ષ અર્જુન ડી સિલ્વાએ કહ્યું છે કે, લંકા પ્રીમિયર લીગ જુલાઈ અને ઓગસ્ટમાં યોજાશે અને તે પછી સપ્ટેમ્બરમાં બીસીસીઆઈ આઈપીએલની બાકીની મેચનું આયોજન કરી શકે છે.



    તમને જણાવી દઈએ કે, ઇંગ્લિશ કાઉન્ટીના એક જૂથે આ વર્ષે સપ્ટેમ્બરમાં આઈપીએલ -2021ની બાકીની મેચોનું પણ આયોજન કરવાની ઓફર કરી છે. એમસીસી, સરી, વોરવીકશાયર અને લન્કશાયરે ઇસીબીને આઈપીએલ મેચ યોજવા માટે પત્રો આપ્યા છે. બીસીસીઆઈના વડા સૌરવ ગાંગુલીને એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે, આઈપીએલની નવી વિંડો માટે, તે અન્ય ક્રિકેટ બોર્ડ સાથે વાત કરશે. ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ, બીસીસીઆઈ તેના પર કામ શરૂ કરશે. બીસીસીઆઈ ટી -20 વર્લ્ડ કપ પહેલા આઈપીએલની બાકીની મેચ યોજવા માંગે છે. જો કે, આ માટે અન્ય દેશોના ક્રિકેટ બોર્ડ તૈયાર છે કે, નહીં તે જોવાની વાત રહેશે.
    Published by:kuldipsinh barot
    First published:May 07, 2021, 20:59 pm

    ટૉપ ન્યૂઝ