Home /News /sport /

Singapore Open: પીવી સિંધૂએ સિંગાપુર ઓપનમાં ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો, ચીનની ખેલાડીને પછાડી

Singapore Open: પીવી સિંધૂએ સિંગાપુર ઓપનમાં ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો, ચીનની ખેલાડીને પછાડી

સિંધૂએ આ મુકાબલો 21-9, 11-21 અને 21-15થી જીત્યો

Singapore Open 2022 : સિંધૂએ સિંગાપુર ઓપનમાં જીત મેળવીને કોમનવેલ્થ ગોલ્ડનો દાવો મજબૂત કર્યો, સિંધૂએ આ મુકાબલો 21-9, 11-21 અને 21-15થી જીત્યો

    નવી દિલ્હી : ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધૂ (PV Sindhu)સિંગાપુર ઓપન સુપર-500 (Singapore Open 2022) બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. પીવી સિંધૂએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચીનની (China) વાંગ ઝી (Wang Zhi)સામે વિજય મેળવ્યો છે. સિંધૂએ આ મુકાબલો 21-9, 11-21 અને 21-15થી જીત્યો છે. સિંધૂએ આ વર્ષે પ્રથમ સુપર-500 બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતી છે. આ પહેલા સિંધૂ બે સુપર-300 ટૂર્નામેન્ટ સૈયદ મોદી ઇન્ટરનેશનલ અને સ્વિસ ઓપનનું ટાઇટલ જીતી ચૂકી છે. સિંધૂએ સિંગાપુર ઓપનમાં જીત મેળવીને કોમનવેલ્થ ગોલ્ડનો દાવો પણ મજબૂત કર્યો છે.

    પીવી સિંધૂને સિંગાપુર ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચીનની વાંગ ઝી સામે જોરદાર ટક્કર મળી હતી. ચીનની ખેલાડીએ પ્રથમ ગેમમાં શાનદાર શરૂઆત કરી હતી અને સતત 2 પોઇન્ટ મેળવ્યા હતા. જોકે આ પછી સિંધૂએ શાનદાર રમત બતાવવા જોરદાર વાપસી કરી હતી અને સતત 13 પોઇન્ટ મેળવ્યા હતા. આ પછી સિંધૂએ પાછું વળીને જોયું ન હતું અને આસાનીથી પ્રથમ ગેમ 21-9થી જીતી લીધી હતી.

    આ પણ વાંચો - સંતાઇને લંડનના રસ્તા પર ફરવું એમએસ ધોનીને ભારે પડ્યું, જુઓ VIDEO

    બીજા ગેમમાં ચીનની વાંગ ઝીએ જબરજસ્ત વાપસી કરી હતી અને સતત 6 પોઇન્ટ મેળવ્યા હતા. આ પછી સિંધૂએ બે અંક મેળવી થોડું અંતર ઓછું કર્યું હતું. જોકે વાંગ ઝીએ નેટ અને ક્રોસ કોર્ટ પર શાનદાર રમત બતાવી 21-11થી બીજી ગેમ જીતી લીધી હતી.

    ત્રીજી ગેમમાં પણ વાંગ ઝીએ સારી શરૂઆત કરી હતી અને ત્રણ પોઇન્ટ મેળવ્યા હતા. જોકે આ પછી વાંગે ભૂલો કરી હતી જેનો ફાયદો સિંધૂએ ઉઠાવ્યો હતો. ત્રીજી ગેમમાં બ્રેક સમયે સિંધૂ 11-6થી આગળ હતી. આ પછી ચીનની ખેલાડીએ સતત 3 પોઇન્ટ મેળવી લીડ ઘટાડી હતી. સિંધૂએ દબાણમાં પણ સારી રમત બતાવી અને ત્રીજી ગેમ 21-15થી જીતી ચેમ્પિયન બની હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: PV Sindhu, રમત ગમત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन