Home /News /sport /

Singapore Open: ત્રણ મેચો પછી સાઇના નેહવાલે જીત મેળવી, 34 મિનિટમાં માલવિકાને હરાવી

Singapore Open: ત્રણ મેચો પછી સાઇના નેહવાલે જીત મેળવી, 34 મિનિટમાં માલવિકાને હરાવી

સાઇનાએ ઓપનિંગ રાઉન્ડમાં યુવા માલવિકા બંસોડ (malvika bansod )સામે 34 મિનિટમાં 21-18, 21-14થી વિજય મેળવ્યો

Singapore Open 2022 - સાઇનાએ ઓપનિંગ રાઉન્ડમાં યુવા માલવિકા બંસોડ (malvika bansod )સામે 34 મિનિટમાં 21-18, 21-14થી વિજય મેળવ્યો

    ભારતની સ્ટાર પ્લેયર સાઇના નેહવાલે (Saina Nehwal)સિંગાપુર ઓપન સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં (Singapore Open)શાનદાર શરુઆત કરી છે. સાઇનાએ ઓપનિંગ રાઉન્ડમાં યુવા માલવિકા બંસોડ (malvika bansod )સામે 34 મિનિટમાં 21-18, 21-14થી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે પૂર્વ નંબર વન બેડમિન્ટન ખેલાડીએ સતત ત્રણ મેચની હારનો ક્રમ તોડ્યો છે.

    પ્રથમ ગેમમાં 20 વર્ષીય માલવિકાએ સકારાત્મક રમત બતાવી હતી અને પ્રથમ ગેમમાં બ્રેક સુધી 11-9ની લીડ બનાવી રાખી હતી. આ પછી તેણે 18-16ની લીડ મેળવી હતી. જોકે સાઇનાએ વાપસી કરી હતી અને 21-18થી પ્રથમ ગેમ જીતી લીધી હતી. પ્રથમ ગેમ સાઇનાએ 17 મિનિટમાં જીતી લીધી હતી.

    આ પણ વાંચો - આ 5 ક્રિકેટર્સનું સ્પોર્ટ્સ એન્કર પર આવ્યું દિલ, લિસ્ટમાં એક ગુજરાતી પણ સામેલ

    માલવિકાએ બીજી ગેમમાં ડ્રિફ્ટ સાથે તાલમેલ બેસાડવામાં સમય લીધો અને ત્યાં સુધીમાં સાઇનાએ 10-3થી લીડ મેળવી લીધી હતી. તે 11-6ની લીડ સાથે બ્રેકમાં ગઈ હતી. માલવિકાએ વાપસી કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ અનુભવી સાઇના બીજી બીજી ગેમ 21-14થી જીતી લીધી હતી.

    સતત ત્રણ ટૂર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં હાર્યા પછી સાઇનાને સકારાત્મક શરૂઆત મળી હતી અને 31 મિનિટમાં વિજય મેળવ્યો હતો. ભારતના યુવા સ્ટાર શુમાર મિથુન મંજૂનાથ અને અષ્મિતા ચલિહાએ ટૂર્નામેન્ટમાં અપસેટ સર્જતા બીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું છે.

    સિંધૂ અને પ્રણયનો પણ વિજય

    બે વખતની ઓલિમ્પિક વિજેતા પીવી સિંધૂ અને એચએસ પ્રણોય પણ બીજા રાઉન્ડમાં સ્થાન બનાવવા સફળ રહ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Saina Nehwal, Sports news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन