રમાકાંત આચરેકર સાથે મેળ ખાય છે સચિન અને વિરાટની આ ટ્રેજડી

રમાકાંત આચરેકરનું બુધવારે નિધન થયું. (ફાઇલ ફોટો)

રમાકાંત આચરેકર, સચિન તેંડુલકર અને વિરાટ કોહલીનું એક જ સૂત્ર: ક્રિકેટ માટે બધું કુરબાન

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ક્રિકેટના મહાન બેટ્સમેન પૈકીના એક સચિન તેંડુલકરે પોતાના ગુરુ રમાંકાંત આચરેકરને ગુમાવ્યા છે. રમાકાંત આચરેકરનું બુધવાર સાંજે અવસાન થયું છે. તેઓ 87 વર્ષના હતા અને ઘણા લાંબા સમયથી બીમાર હતા. ભારતીય ક્રિકેટમાં કોચ રમાકાંત આચરેકરનું યોગદાન ક્યારેય ભૂલાશે નહીં, કારણ કે તેઓએ આ દેશને એવા પ્લેયર આપ્યા, જેણે સમગ્ર દુનિયામાં ભારતીય ક્રિકેટનું નામ રોશન કર્યું.

  સચિન જ્યારે 11 વર્ષના હતા ત્યારથી રમાકાંત આચરેકરે તેમને ટ્રેનિંગ આપવાની શરૂ કરી દીધી હતી. સચિનની અંદર આચરેકરને એક અલગ જ આગ નજરે પડતી હતી જેન કારણે આચરેકરે તેમને ટ્રેનિંગ આપી. આપને જણાવી દઈએ કે આચરેકર અને સચિનના જીવનની એક ટ્રેજડી મેળ ખાય છે. ટીમ ઈન્ડિયાન કેપ્ટન વિરાટ કોહલીની સાથે પણ કંઈક આવું જ થઈ ચૂક્યું છે જે આચરેકર અને સચિનની સાથે થયું.

  ક્રિકેટ માટે બધું કુરબાન!

  મૂળે, સચિને એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે એક દિવસ સવારે રમાકાંત આચરેકર સરના પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હતું. એવામાં તેમના અનેક સ્ટુડન્ટ્સ સંવેદના વ્યક્ત કરવા તેમના ઘરે ગયા પરંતુ આચરેકર કર ગાયબ હતા. ઘરેથી જાણવા મળ્યું કે આચરેકર પ્રેક્ટિસ કરાવવા માટે મેદાનમાં ગયા છે. પરિવારમાં મોત થયું હોવા છતાંય મેદાન પર બાળકનોને ક્રિકેટ શીખવાડવાનું આ ઝનૂન જોઈ સચિન પણ હેરાન થઈ ગયો હતો. આમ રમાકાંત આચરેકર સાથે જે ઘટના બની, કંઈક એવી જ સચિનની સાથે બની. 1999 વર્લ્ડ કપ દરમિયાન ઝિમ્બાબ્વેની વિરુદ્ધ મેચ પહેલા સચિનના પિતાનું મૃત્યુ થયું હતું. સચિન તરત ઇંગ્લેન્ડથી મુંબઈ પરત ફર્યો, પરંતુ અંતિમ સંસ્કાર બાદ તે ફરી એક વાર ઇંગ્લેન્ડ પરત આવ્યો અને તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી.

  વિરાટની સાથે પણ થયું કંઈક આવું જ

  ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના જીવનમાં પણ કંઈક આવી જ ઘટના બની હતી. 12 વર્ષ પહેલા કોહલી દિલ્હી માટે રણજી ટ્રોફી મેચ રમી રહ્યો હતો ત્યારે તેને જાણવા મળ્યું કે તેના પિતાનું અવસાન થયું છે. કોહલીએ પિતાના નિધન થયું હોવા છતાંય કર્ણાટકની વિરુદ્ધ રણજી મેચ રમવાનો નિર્ણય લીધો, કારણ કે તેમની ટીમ પર ફોલોઓનનો ખતરો હતો. કોહલી મેદાન પર ઉતર્યો અને તેણે 90 રન ફટકારી પોતાની ટીમને ફોલોઓનથી બચાવી લીધી. ત્યારબાદ તેણે પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
  Published by:Mrunal Bhojak
  First published: