Home /News /sport /વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરવાનાર મૂળ પાકિસ્તાની સિંકદર રઝાને આ ખેલાડીએ મોકલી હતી ક્લિપ

વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરવાનાર મૂળ પાકિસ્તાની સિંકદર રઝાને આ ખેલાડીએ મોકલી હતી ક્લિપ

સિકંદર રઝાએ ઝિમ્બાબ્વેને અપાવી શાનદાર જીત

પાકિસ્તાન સામે વર્લ્ડકપ ટી-20માં શાનદાર વિજય બાદ ઝીમ્બાબ્વેનો ખેલાડી Sikandar Raza લાઈમલાઇટમાં આવી ગયો છે. તેનો જન્મ પાકિસ્તાનમાં જ થયો હતો અને હવે એ જ ટીમને ભારે પડ્યો હતો.

    Pakistan vs Zimbabwe: ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા (Siknadar Raza)એ પૂર્વ ચેમ્પિયન પાકિસ્તાન ટીમ સામે જોરદાર પ્રદર્શન કરી બાજી પલટી નાખી હતી. સારા પ્રદર્શન પાછળ ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર રિકી પોંટિંગ (Ricky Ponting)ના પ્રેરણાદાયી શબ્દોએ ફાળો આપ્યો છે. રઝાએ ચાર ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જેના કારણે તેમને મેન ઓફ ધ મેચ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

    રિકી પોંટિંગે એક નાનકડી ક્લિપ મોકલી

    રઝાએ મેચ બાદ જણાવ્યું છે કે, આજે સવારે રિકી પોંટિંગે મને એક નાનકડી ક્લિપ મોકલી હતી. હું ખૂબ જ ઉત્સાહિત હતો અને નર્વસ પણ હતો. હું આજના દિવસ માટે ખૂબ જ રોમાંચિત હતો. મને પ્રેરણા મળી હતી, પરંતુ મારે કંઈક સારું કરવાની જરૂર હતી. મને લાગે છે કે, તે ક્લિપે સારું પ્રદર્શન કરવામાં મદદ કરી જેથી રિકીનો પણ આભાર.

    ઝિમ્બાબ્વેના કેપ્ટન ક્રેગ ઈર્વિન (Craig Ervine) એ આ જીતને વિશેષ કરાર આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ‘સુપર 12માં અમે જે કામ કર્યું છે, તે જોઈને અમે આ ટુર્નામેન્ટનો અંત થાય તેવું ઈચ્છતા નહોતા. અમે ટોપની ટીમો સામે સારું પ્રદર્શન કરવાનું ઈચ્છતા હતા.’

    આ પણ વાંચો: પાકિસ્તાનનો ફજેતો! ઝીમ્બાબ્વેનાં રાષ્ટ્રપતિએ જાહેરમાં ઉડાવી મજાક, પાક. PMએ પણ આપ્યો જોરદાર જવાબ

    બાબર આઝમ હારથી ખૂબ જ નિરાશ

    પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) આ હારથી ખૂબ જ નિરાશ હતા, તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન ટીમે સારી બેટીંગ નહોતી કરી. પહેલી છ ઓવર અમારા માટે સારી નહોતી. શાદાબ ખાન અને શાન મસૂદે ભાગીદારી નિભાવી છે, પરંતુ દુર્ભાગ્યવશ શાદાબ આઉટ થઈ ગયો અને સતત વિકેટ પડતી રહી. જેના કારણે બેટીંગ કરવા બાબતે પ્રેશર આવી ગયું હતું.



    છેલ્લા બોલે સર્જાયો અપસેટ 

    પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ 2022ના સુપર 12 રાઉન્ડની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. છેલ્લા બોલ સુધી રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવીને ટુર્નામેન્ટમાં મોટો અપસેટ સર્જ્યો હતો. 131 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા. પાકિસ્તાન અગાઉની મેચમાં ભારત સામે હારી ગયું હતું, જ્યારે ઝિમ્બાબ્વેની દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવી હતી. ગૃપ 2માં પાકિસ્તાનના શૂન્ય પોઈન્ટ છે અને ઝિમ્બાબ્વેની ટીમના ત્રણ પોઈન્ટ છે.
    First published:

    Tags: Zimbabwe, પાકિસ્તાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन