Sanju Samson T20 World Cup Snub: 27 વર્ષીય કેરળના વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં 63 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. સંજુ T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ નથી. T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરાયેલા ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસને તેના બેટથી પસંદગીકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
સંજુ બેશક દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં પોતાની અડધી સદીની ઇનિંગથી ટીમને જીત અપાવી શક્યો ન હતો, પરંતુ તેણે જે પરિસ્થિતિમાં આ શાનદાર ઇનિંગ રમી તે પ્રશંસાને પાત્ર છે. ભારતીય ટીમે 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ભારતીય વિકેટકીપરે ક્રિઝ પર પગ મૂક્યો હતો.
સંજુ સેમસને અણનમ 86 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા લગભગ જીતના દ્વારે પહોંચી ગઈ હતી. પરંતુ અંતે તે 9 રનથી પાછળ રહી ગઈ અને મેચ હારી ગઈ. લખનૌમાં રમાયેલી પ્રથમ ODIમાં એક તરફ વિકેટો પડી રહી હતી, જ્યારે બીજી તરફ સંજુ સેમસન ટીમને જીતાડવાની કોશિશ કરી રહ્યો હતો. સંજુએ છેલ્લી ઓવરમાં ચોક્કસપણે 20 રન બનાવ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
શ્રેયસના આઉટ થયા બાદ સંજુ સેમસનનું આક્રમક વલણ
સંજુએ શરૂઆતમાં ક્રિઝ પર સેટ થવા માટે થોડો સમય લીધો હતો. તેણે શ્રેયસ અય્યર સાથે મળીને પાંચમી વિકેટ માટે 54 બોલમાં 67 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. શ્રેયસના આઉટ થયા બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટને આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે ખાસ કરીને સ્પિનર તબરેઝ શમ્સી પર નિશાન સાધ્યું હતું. આ પછી સંજુને શાર્દુલ ઠાકુરનો સપોર્ટ મળ્યો. આ દરમિયાન તેણે તેની બીજી વનડે અડધી સદી પૂરી કરી.
સંજુ સેમસને છેલ્લી ઓવરમાં 20 રન લીધા
છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે 30 રનની જરૂર હતી. સ્પિનર તબરેઝ શમ્સીની ઓવરમાં સંજુ માત્ર 20 રન જ બનાવી શક્યો હતો. કેરળના 27 વર્ષીય બેટ્સમેને 63 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. ત્યારે સેમસનમાં એમએસ ધોનીની ઝલક જોવા મળી, જેણે મેચને અંત સુધી લઈ લીધી જ્યાં મેચનું પરિણામ જીતમાં પણ ફેરવાઈ શકે છે. સંજુ વર્તમાન સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. તેની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાન રોયલ્સ IPL 2022માં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. આ પછી તેણે આયર્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે અડધી સદી ફટકારી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર