Home /News /sport /Ranji Trophy: વડોદરામાં ભારતીય ક્રિકેટના ઊભરતા સિતારાનું 28 વર્ષની ઉંમરે મોત, ટીમ ઈન્ડિયાનો તો ખેલાડી ડરી ગયો
Ranji Trophy: વડોદરામાં ભારતીય ક્રિકેટના ઊભરતા સિતારાનું 28 વર્ષની ઉંમરે મોત, ટીમ ઈન્ડિયાનો તો ખેલાડી ડરી ગયો
સિદ્ધાર્થ શર્મા
Ranji Trophy Cricketer Death: હિમાચલ પ્રદેશના યુવા ફાસ્ટ બોલર સિદ્ધાર્થ શર્માનું વડોદરાની હોસ્પિટલમાં નિધન થયું છે. દુઃખની વાત છે કે સિદ્ધાર્થ હજુ માત્ર 28 વર્ષનો હતો અને હિમાચલ પ્રદેશની ટીમમાંથી રણજી ક્રિકેટ રમતો હતો.
SIDDHARTH SHARMA DIES AT 28: ક્રિકેટ જગત માટે એક દુઃખદ સમાચાર ગઇકાલે આવ્યા હતા. હિમાચલ પ્રદેશના યુવા ફાસ્ટ બોલર સિદ્ધાર્થ શર્માનું વડોદરાની હોસ્પિટલમાં નિધન થયું છે. દુઃખની વાત છે કે સિદ્ધાર્થ હજુ માત્ર 28 વર્ષનો હતો અને હિમાચલ પ્રદેશની ટીમમાંથી રણજી ક્રિકેટ રમતો હતો. એક હોનહાર ફાસ્ટ બોલર એવા સિદ્ધાર્થ શર્માનું ક્રિકેટ કરિયર લાંબુ ચાલ્યું નહીં, પરંતુ તેણે તેની ટૂંકી કારકિર્દીમાં બધાને પ્રભાવિત કર્યા હતા.
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શોક વ્યક્ત કર્યો
સિધાર્થ શર્માએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચોમાં 28 વિકેટ લીધી છે. આ દુઃખદ સમાચારને પગલે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ સિદ્ધાર્થના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
हिमाचल की विजय हजारे ट्रॉफी विजेता क्रिकेट टीम के सदस्य रहे और प्रदेश के स्टार तेज गेंदबाज सिद्धार्थ शर्मा के निधन की अति दुःखद खबर है।
मैं भगवान से प्रार्थना करता हूं कि वह दिवंगत आत्मा को शांति प्रदान करें व
प्रियजनों को इस दारुण दुख सहने की शक्ति प्रदान करें । pic.twitter.com/31rwMswXQX
ભારતીય ટીમના ક્રિકેટર અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ મામલે ટ્વિટ કરીને કહ્યું હતું કે આ ઘટના ખૂબ ડરાવનારી છે અને તમામ રાજ્યના તમામ ક્રિકેટરો ઘણું ક્રિકેટ રમી રહ્યા છે. ત્યારે તેઓના રેગ્યુલર ચેકઅપ થવા પણ જરૂરી છે.
સિદ્ધાર્થના મૃત્યુના સમાચારથી હિમાચલની સાથે સાથે સમગ્ર દેશના ક્રિકેટ જગતને પણ આંચકો લાગ્યો છે. આ મુદ્દે વાત કરતા હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અવનીશ પરમનારે પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે, “હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના દરેક લોકો ખૂબ જ દુ:ખી છે. સિદ્ધાર્થ શર્મા ગુરુવારે અમને છોડીને જતો રહ્યો. વડોદરાની હોસ્પિટલમાં દાખલ થયેલ ક્રિકેટર છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા. સિદ્ધાર્થ બરોડા સામેની છેલ્લી મેચમાં પણ અમારી ટીમનો હિસ્સો હતો.
મેચ પહેલા જ તેને ઉલ્ટી થવા લાગી અને તેને પેશાબ કરવામાં સમસ્યા થઈ હતી અને તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પછીના દિવસોમાં તેમની તબિયત વધારે બગડી હતી," HPCA સચિવ અવનીશ પરમારે પીટીઆઈને જણાવ્યું હતું.
" isDesktop="true" id="1320168" >
28 વર્ષીય પેસ બોલર હિમાચલ પ્રદેશની એ ટીમનો સભ્ય પણ હતો જેણે 2021-22માં વિજય હજારે ટ્રોફી જીતી હતી અને તેણે રાજ્ય માટે છ ફર્સ્ટ-ક્લાસ, છ લિસ્ટ A અને એક T20 મેચ રમી હતી અને તેના નામે 33 વિકેટ પણ હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર