Home /News /sport /SHUBMAN GILL: IPL 2023માં ત્રણ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો ગિલ! અમદાવાદીઓનાં જીત્યા દિલ

SHUBMAN GILL: IPL 2023માં ત્રણ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો ગિલ! અમદાવાદીઓનાં જીત્યા દિલ

shubman gill ahmedabad century

SHUBMAN GILL CENTURY GT VS MI: ગુજરાતનો ઓપનર શુભમન ગિલ ફરી એક વખત ગજબ ફોર્મમાં દેખાયઓ હતો.તે  મુંબઈ સામે રીતસર દીવાલ બની ગયો છે. QUALIFIER 2 માં તેણે શાનદાર બેટિંગ કરતાં IPL ની રેકોર્ડ ત્રીજી સદી ફટકારી દીધી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • ahmedabad (Ahmedabad) [Ahmedabad], India
GT vs MI Qualifier 2: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો સામનો કોણ કરશે તે આજે ખબર પડી જશે અને ટૂંક સમયમાં નિર્ણય આવશે. ક્વોલિફાયર 2માં મુંબઈ ઈન્ડિયન્સ  ગુજરાત ટાઇટન્સ સામે ટકરાયા હતા. ચેન્નાઈની ટીમ સાથે રમાયેલી પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાતનો પરાજય થયો હતો જ્યારે મુંબઈએ એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું.

ગુજરાતનો ઓપનર શુભમન ગિલ ફરી એક વખત ગજબ ફોર્મમાં દેખાયઓ હતો.તે  મુંબઈ સામે રીતસર દીવાલ બની ગયો છે. ગિલના બેટમાંથી વધુ એક શાનદાર સદી જોવા મળી. તેણે માત્ર 49 બોલમાં સદી ફટકારી છે.

યુવા ઓપનર શુભમ ગિલ IPL 2023માં રીતસર છવાઇ ગયો છે. 23 વર્ષીય ગિલે IPLની 16મી સિઝનમાં પોતાની ત્રીજી સદી ફટકારી દીધી છે. તેણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. તેણે 49 બોલમાં પોતાની સદી પૂરી કરી જેમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. તેને આઉટ કરવો મુંબઈ ઈન્ડિયન્સ માટે મુશ્કેલ થઈ ગયો હતો.

12 મી ઓવરમાં ગુજરાતના 100 

ગુજરાતના 100 રન પુરા થઈ ગયા છે. 12મી ઓવરના પ્રથમ બોલ પર ગિલે આકાશના બોલ પર છગ્ગો મારીને ગુજરાતનો સ્કોર 100 રનને પાર કરી દીધો છે.

આ પણ વાંચો:  IPL 2023 ની ફાઇનલમાં ધોની પર મુકાઇ શકે છે પ્રતિબંધ, GT સામેની મેચમાં કર્યો એવો કાંડ

10મી ઓવરના ત્રીજા બોલ પર શુભમન ગિલે એક રન લઈને પોતાની અડધી સદી પુરી કરી. તેમણે 32 બોલમાં પોતાના 50 રન પુરા કર્યા હતા.



મુંબઈના વિકેટ ટેકર મિસ્ટ્રી સ્પિનર પીયૂષ ચાવલાએ મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે ઋદ્ધિમાન સાહાને પવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો.
First published:

Tags: Century, Gujarat titans, IPL 2023, Mumbai indians, Shubman Gill