Home /News /sport /SHUBMAN: ગિલની અડફેટે ચડી ગયો ન્યૂઝીલેન્ડનો બોલર, એવી પિટાઈ કરી કે રોહિત પણ માની ગયો

SHUBMAN: ગિલની અડફેટે ચડી ગયો ન્યૂઝીલેન્ડનો બોલર, એવી પિટાઈ કરી કે રોહિત પણ માની ગયો

શુભમન ગિલ રોહિત શર્મા

INDIA VS NEWZEALAND: ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ગિલે ફર્ગ્યુસનને બરાબર ધોયો હતો. ગિલે એકસ્ટાઇલિશ સિક્સર મારી હતી. જેના પર રોહિત પણ વિશ્વાસ કરી શક્યો ન હતો. તેણે આખરી ડિલિવરીમાં પણ ફોર મારી હતી. અંતે ઓવરમાં 22 રન બનાવ્યા હતા.

    Rohit Sharma Reaction: હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા શુબમન ગિલ (Shubman Gill)નું લક્ષ્ય આ વર્ષના અંતમાં યોજાનારા આગામી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ (ODI Cricket World Cup) માટે ભારતની ટીમ (Team India)માં સ્થાન મેળવવાનું હોઇ શકે છે. આ યુવા ઓપનરે ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ત્રણ વન ડેની શ્રેણીની પ્રથમ વન-ડેમાં શાનદાર બેવડી સદી (Double Century) ફટકારી હતી. તેણે 149 બોલમાં 208 રન ફટકારતાં ભારતે હૈદરાબાદમાં 50 ઓવરમાં આઠ વિકેટે 349 રન બનાવ્યા હતા. 350 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ન્યુઝીલેન્ડ ટીમ મોહમ્મદ સિરાજની ચાર વિકેટના કારણે 49.2 ઓવરમાં 337 રન બનાવી શકી હતી. ભારતની 12 રનથી જીત થઈ હતી.

    ત્યારબાદ ભારતીય ટીમે બીજી વન-ડેમાં આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. ન્યુઝીલેન્ડે 34.3 ઓવરમાં 108 રનમાં જ ખખડી ગયું હતું. તેના કારણે ભારતને સીરીઝ જીતવામાં મદદ મળી હતી. ત્રીજી વન ડેમાં 23 વર્ષીય ગિલે ફરી એક તેની બેટિંગ ક્ષમતાનો પરચો આપ્યો છે. તેણે માત્ર 78 બોલમાં 112 રન બનાવ્યા હતા. તે આજે 143.59ની સ્ટ્રાઈક રેટથી રમ્યો હતો. તેની સદીના કારણે ભારત 385 રનનો સ્કોર કરવામાં સફળ રહ્યું હતું.

    " isDesktop="true" id="1326058" >

    ગિલે ઈનિંગની આઠમી ઓવરમાં જોરદાર સટાસટી બોલાવી હતી. આ ઓવર લોકી ફર્ગ્યુસને નાખી હતી. ગિલે ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. તેની બેટિંગથી રોહિત પણ ચોંકી ગયો હતો. ઓવરના પહેલા જ બોલે ગિલને એક વાઇડ, શોર્ટ ઓફ લેન્થ બોલ મળ્યો હતો. જેને તેણે બાઉન્ડ્રીની બહાર કરી દીધો હતો. ચોગ્ગો ફટકાર્યો હતો. ત્રીજા બૉલમાં ગિલે બૉલને ડીપ થર્ડથી વધુ એક ચોગ્ગો ફટકારી દીધો હતો અને ત્યાર બાદ મિડ-ઑફ અને એક્સ્ટ્રા કવરની વચ્ચે એક શોટ મારીને તેને બેક-ટુ-બેક બનાવી દીધો હતો. પાંચમી ડિલિવરીમાં તેને એક શોર્ટ બોલ મળ્યો હતો, જેમાં તેણે સ્ટાઇલિશ સિક્સર મારી હતી. જેના પર રોહિત પણ વિશ્વાસ કરી શક્યો ન હતો. તેણે આખરી ડિલિવરીમાં પણ ફોર મારી હતી. અંતે ઓવરમાં 22 રન બનાવ્યા હતા.

    આ પણ વાંચો: KL Rahul Athiya Wedding : રાહુલ અથિયાને મળી કરોડોની ગિફ્ટ! જુઓ કોણે આપી 2.5 કરોડની કાર અને 30 લાખની વોચ

    અહીં ઉલ્લેખનીય છે કે, ભારતની નજર વધુ એક ક્લીન સ્વીપ પર છે. ટીમ વન-ડે વર્લ્ડ કપ માટે પણ કમર કસી રહી છે, ખાસ કરીને ટીમ મેનેજમેન્ટ તેના ઓપનરોના પ્રશ્નોને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે. વન ડે શ્રેણી બાદ ભારત ત્રણ ટી-20ની સીરીઝમાં ન્યૂઝીલેન્ડની યજમાની કરશે. ત્રણ મેચની ટી-20ની સીરીઝ બાદ ભારત ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાની યજમાની કરશે અને ત્યાર બાદ ત્રણ વન-ડે મેચનું આયોજન કરશે.
    First published:

    Tags: IND vs NZ, India vs new zealand, Shubman Gill

    विज्ञापन