Home /News /sport /માં ગુમાવી પણ હિંમત નહીં! પપ્પાએ જીવ રેડીને બનાવ્યો ક્રિકેટર, ટીમ ઈન્ડિયામાં નથી મળતું સ્થાન

માં ગુમાવી પણ હિંમત નહીં! પપ્પાએ જીવ રેડીને બનાવ્યો ક્રિકેટર, ટીમ ઈન્ડિયામાં નથી મળતું સ્થાન

prithvi shaw shubman gill sarfaraz khan

INDIAN CRICKET: ત્રણેય ખેલાડીઓની યુવા છે અને આ ખેલાડીઓને ચેમ્પિયન બનાવવા માટે તેમના પિતાએ મહત્વનો રોલ પ્લે કર્યો છે. બીજા મિત્રોની જેમ આ ખેલાડીઓ મિત્રો સાથે હરવુ ફરવુ કે પછી ફિલ્મ જોવી એ બધા મોજશોખથી દુર હતા.

ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગની સામે શુભમન ગિલે માત્ર 23 વર્ષની ઉંમરે વનડેમાં બેવડી સદી ફટકારી છે, જ્યારે સરફરાઝ ખાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એવરેજના મામલે માત્ર ડોન બ્રેડમેનથી જ પાછળ છે. પૃથ્વી શૉ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારીને ફરી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર છે. આ ત્રણેય ખેલાડીઓની અહીં ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે આ ભારતનું ભાવિ ભવિષ્ય છે. આ ત્રણેય ખેલાડીઓમાં એક સામ્યતા છે કે તેમના પિતાએ તેમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ ત્રણેય ખેલાડીઓની યુવા છે અને આ ખેલાડીઓને ચેમ્પિયન બનાવવા માટે તેમના પિતાએ મહત્વનો રોલ પ્લે કર્યો છે. બીજા મિત્રોની જેમ આ ખેલાડીઓ મિત્રો સાથે હરવુ ફરવુ કે પછી ફિલ્મ જોવી એ બધા મોજશોખથી દુર હતા.

ક્રિકેટર શૉ ની વાત કરીએ તો તેણે માત્ર 4 વર્ષની ઉંમરે પોતાની માતાને ગુમાવ્યા હતા. આ પછી પિતાએ દિકરાની ક્રિકેટમાં કારકિર્દી બનાવેવા માટે પોતાનો બિઝનેસ પણ બંધ કરી દીધો હતો.

શુભમન ગિલ વિશે વાત કરીએ તો, તેણે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારી હતી. તેના પિતા આજે પણ પારિવારિક કાર્યક્રમને યાદ કરતા કહે છે કે, તેઓ તેમના પુત્રની ટ્રેનિંગમાં કોઈપણ પ્રકારનું અંતર ઈચ્છતા ન હતા. ગિલને નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે એટલો જ શોખ હતો. 4 વર્ષની ઉંમરે, જ્યારે તે રાત્રે સૂવા જતો ત્યારે તે તકિયા પાસે બેટ રાખતો હતો. ક્રિકેટનો શોખ પૂરો કરવા પિતાએ તેને ગામ સુધી છોડી દીધો. જોકે, પિતા ગિલની બેવડી સદીથી ખુશ ન હતા. તેમનું કહેવુ છે કે, ગીલ શ્રીલંકા સામેની મેચમાં પણ આવું કરી શક્યો હોત, પરંતુ તે સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શક્યો ન હતો.

શોને સવારે 4.30 વાગ્યે ઉઠવુ પડતુ

પૃથ્વી શોએ રોજ સવારે ટ્રેનિંગમાં જવા માટે તેને 4.30 વાગે ઉઠવું પડતું હતું. તે પહેલા ઘરના તમામ કામ પિતા જ કરતા હતા. તેણે પોતાનો રેડીમેડ કપડાનો વ્યવસાય બંધ કરી દીધો, કારણ કે પૃથ્વી મુંબઈના ભીડભાડવાળા વિરારથી લોકલ ટ્રેનમાં એકલો મુસાફરી કરી શકતો ન હતો. પૃથ્વીએ જુનિયર સ્તરે સારું પ્રદર્શન કરીને કેપ્ટન તરીકે અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. અલબત્ત, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારી શરૂઆત કર્યા બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, પૃથ્વી શોને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ છે.

આ પણ વાંચો: ઇંગ્લિશ મહિલા ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, મિડલ ફિંગર બતાવી કરી લીધી કિસ

દરરોજ 400 થી 600 બોલ રમતો

સરફરાઝ ખાન દરરોજ 400 થી 600 બોલ રમવા પડશે, તેવુ ચેલેન્જ પિતા નૌશાદે તેના પુત્રને આપ્યુ હતુ. તેઓ હંમેશા તેમના પુત્રને મહેનત કરવાનું શીખવતા. સરફરાઝ છેલ્લી 3 રણજી સિઝનથી સતત રન બનાવી રહ્યો છે અને તેની એવરેજ 80ની નજીક છે. નૌશાદે તેમના પુત્રની એક ઇન્ટરવ્યુહમાં વાત શેર કરતાં કહ્યું કે, જ્યારે સરફરાઝ નાનો હતો, ત્યારે તે મોટાભાગે સચિન તેંડુલકરના પુત્ર અર્જુન સાથે અથવા તેની સામે મેચ રમતો હતો. એક દિવસ તેણે કહ્યું, અબ્બુ, અર્જુન કેટલો નસીબદાર છે, તે સચિન સરનો દીકરો છે અને તેની પાસે કાર, આઈ-પેડ બધું છે. પિતાએ નમ્રતાથી માથું હલાવ્યું. તેઓ કશું કહી કે કરી શકતા ન હતા.

નૌશાદે આગળ કહ્યું કે, આ પછી સરફરાઝ દોડીને તેમની પાસે આવ્યો અને તેને ભેટી ગયા બાદ કહ્યું કે, હું અર્જુન કરતાં પણ વધુ ભાગ્યશાળી છું, કારણ કે, તમે મને આખો દિવસ આપો છો જ્યારે તેના પિતા તેને સમય આપી શકતા નથી.
First published:

Tags: Indian Cricket, Indian cricketers, Prithvi Shaw, Sarfaraz khan, Shubman Gill