Home /News /sport /SHUBMAN GILL: શુભમને તો કરી દીધો રેકોર્ડના ઢગલા કર્યા, દુનિયાનો કોઈ બેટ્સમેન નથી કરી શક્યો એ કરી બતાવ્યુ
SHUBMAN GILL: શુભમને તો કરી દીધો રેકોર્ડના ઢગલા કર્યા, દુનિયાનો કોઈ બેટ્સમેન નથી કરી શક્યો એ કરી બતાવ્યુ
shubman gill records
IND VS NZ SHUBMAN GILL: શુભમન ગીલે આજે અનેક રેકોર્ડ્સ નોંધાવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે બેટિંગ કરતા ODI ક્રિકેટમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ બનાવ્યો છે . ન્યૂઝીલેન્ડ સામે અગાઉ સૌથી મોટો સ્કોર સચિનના નામે હતો જે તેણે 1999 માં હૈદરાબાદમાં જ નોંધાવ્યો હતો.
IND VS NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાઈ રહી છે. જેમાં શુભમન ગિલે વન-ડે ક્રિકેટમાં સૌથી યુવા વયે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. શ્રીલંકા સામે જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહેલ યુવા ઓપનર શુભમન ગિલ ન્યુઝીલેન્ડ સામે પણ સારા ટચમાં જોવા મળી રહ્યો છે.
સૌથી ઝડપી 1000 રન કરનાર ભારતીય
શુભમન ગિલે ન્યુઝીલેંડ સામેની પ્રથમ વન ડે મેચમાં બેવડી સદી ફટકારી દીધી છે! આ સાથે જ તેણે સૌથી ઝડપી 1000 રન કરવાનો વિરાટ કોહલી અને શિખર ધવનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વિરાટ અને શિખર ધવનને વનડે ક્રિકેટમાં 1000 રન કરવામાં 24 ઇનિંગ લાગી હતી જ્યારે શુભમનને માત્ર 19 ઇનિંગ જ લાગી હતી. શુભમને સતત ત્રણ બોલમાં 6,6,6 ફટકારી માત્ર 145 બોલમાં 200 રન પૂરા કર્યા હતા.
સૌથી નાની વયે બેવડી સદી
ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર શુભમન ગીલે ધમાકેદાર ફોર્મ ચાલુ રાખતા વધુ એક શાનદાર ઇનિંગ રમી છે. શ્રીલંકા સામેની છેલ્લી વનડેમાં સદી ફટકાર્યા બાદ હવે તેણે ન્યૂઝીલેન્ડ સામે પણ એવી જ શરૂઆત કરી છે. ગિલે સતત બીજી વનડેમાં સદી ફટકારીને ખળભળાટ મચાવી દીધો છે. પાછળથી આ ઇનિંગ ડબલ સેન્ચુરીમાં ફેરવી નાખી હતી. ગિલની રમત પહેલા કરતા વધુ આક્રમક બની રહી છે. તેણે છેલ્લી 11 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે.
અત્યાર સુધીમાં વન-ડે ક્રિકેટમાં કોણે ફટકારી છે બેવડી?
રોહિત શર્મા - 264
માર્ટિન ગપ્ટિલ - 237*
વિરેન્દ્ર સેહવાગ - 219
ક્રિસ ગેલ - 215
ફખર ઝમાન - 210*
ઈશાન કિશન - 210
શુભમન ગિલ - 208
રોહિત શર્મા - 209
રોહિત શર્મા - 208*
સચિન તેંડુલકર - 200*
ન્યુઝીલેંડ સામે શુભમન ગિલે 145 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. જે ન્યુઝીલેંડની ટિમ સામેનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. 23 વર્ષીય શુભમન ગીલે માત્ર 19 ODI ઇનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા છે. શુભમન ગિલ ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 1,000 રન પૂરા કરનાર ભારતીય અને વિશ્વનો સંયુક્ત રીતે બીજો બેટ્સમેન બની ગયો છે.
અગાઉ વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઓછી ઈનિંગમાં 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ પાકિસ્તાની બેટ્સમેન ફખર જમાનના નામે છે. ફખર ઝમાને 18 ઇનિંગ્સમાં ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 1,000 રન પૂરા કર્યા હતા અને તેનો રેકોર્ડ આજ સુધી કોઈ બેટ્સમેન તોડી શક્યો નથી.
શુભમન ગીલે ન્યૂઝીલેન્ડ સામે બેટિંગ કરતા ODI ક્રિકેટમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ બનાવ્યો છે . ન્યૂઝીલેન્ડ સામે અગાઉ સૌથી મોટો સ્કોર સચિનના નામે હતો જે તેણે 1999 માં હૈદરાબાદમાં જ નોંધાવ્યો હતો.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર