Home /News /sport /ગિલ તો ગેલની જેમ વીફર્યો! 11 ચોગ્ગા 9 છગ્ગા ફટકારી બનાવી દીધો નવો રેકોર્ડ, ફેંસ બોલ્યા-આને વર્લ્ડકપમાં કેમ ન લઈ ગયા?

ગિલ તો ગેલની જેમ વીફર્યો! 11 ચોગ્ગા 9 છગ્ગા ફટકારી બનાવી દીધો નવો રેકોર્ડ, ફેંસ બોલ્યા-આને વર્લ્ડકપમાં કેમ ન લઈ ગયા?

ગિલનું શાનદાર પ્રદર્શન

Shubman Gill In Syed Mushtaq Ali Trophy: સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ભારતીય ટીમના ઓપનર રહી ચૂકેલા બેટ્સમેન શુભમન ગિલે સટાસટી બોલાવી દીધી હતી. તેણે 200 કરતા વધારે સ્ટ્રાઈક રેટથી સદી ફટકારી હતી.



Syed Mushtaq Ali Trophy: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ 1માં પંજાબ તરફથી રમતા શુભમન ગિલે તોફાની સદી ફટકારીને સૌને ચોંકાવી દીધા છે. તેણે કર્ણાટક સામેની મેચમાં 55 બોલમાં 126 રનની શાનદાર ઇનિંગ રમી છે. આ રન તેણે 11 ફોર અને 9 સિક્સની મદદથી કર્યા હતા. શુભમનની આ ઈનિંગમાં સ્ટ્રાઈક રેટ 229.09ની હતી.




ગિલની ઈનિંગના આધારે પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 225 રન બનાવ્યા હતા. એક સમયે પંજાબની 2 વિકેટ માત્ર 10 રનમાં પડી ગઈ હતી, ત્યારબાદ ગિલે ક્રિઝ સંભાળી રાખી અને આ તોફાની સદી ફટકારીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ગિલના 126 રન ઉપરાંત અનમોલપ્રીત સિંહે પણ 43 બોલમાં 59 રન બનાવ્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 151 રનની ભાગીદારી થઈ હતી, જેણે ટીમને 225 રન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

અહીં ઉલ્લેખનિય છે કે, ગિલને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નથી મળ્યું, પરંતુ તેને ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેનો ન્યુઝીલેન્ડ સામેની ટી-20, વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં ગિલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સિવાય બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝનો ગિલ ટીમ ઈન્ડિયાનો ભાગ બની ગયો છે.

ન્યુઝીલેન્ડમાં T20 મેચો માટેની ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત, શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ પટેલ, હરેશ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.

ન્યૂઝીલેન્ડમાં વનડે માટેની ટીમઃ શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, વોશિંટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપસિંહ યાદવ, અર્શદીપ સિંહ. દીપક ચહર, કુલદીપ સેન અને ઉમરાન મલિક.

આ પણ વાંચો:: T20 World Cup: સ્કોર કેટલો થયો? પેસેન્જરની માંગ પર પાયલટે કર્યું એવું કામ, ક્રિકેટ ફેન્સનાં દિલ જીતી લીધા

બાંગ્લાદેશમાં ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર અને યશ દયાલ.

બાંગ્લાદેશમાં ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર,ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ.
First published:

Tags: Shubhaman Gill, Shubman Gill, Syed mushtaq ali trophy, T20 cricket