SHUBMAN GILL TEST CENTURY: શુભમન ગિલે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી નોંધાવી દીધી હતી. આ સાથે પ્રથમ ટેસ્ટમાં ભારત જીતની વધારે નજીક આવી ગયું છે કારણ કે ભારતની લીડ હવે 400 થી વધારેનો આંકડો પાર કરી ગઈ છે.
#INDvBAN 1st Test, day 3 | Shubman Gill hits maiden test century( India 404 & 171/1) against Bangladesh; lead by 425 runs
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલનું શાનદાર ફોર્મ ચાલુ રાખતા તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ જોરદાર ઇનિંગ્સ રમી છે. વનડેમાં સદી ફટકાર્યા બાદ તેણે ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં તેણે જોરદાર ઈનિંગ રમીને ટીમને સંભાળી હતી અને પછી સદી ફટકારી હતી. બીજા દાવમાં તેણે અનુભવી ચેતેશ્વર પૂજારા સાથે શાનદાર ભાગીદારી રમીને ટીમની સરસાઈ વધારી હતી.
" isDesktop="true" id="1301776" >
ગિલે આ વર્ષે ઓગસ્ટમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. વનડેમાં તેની શાનદાર ઇનિંગ્સ જોવા મળી હતી. તે 130 રનની ઇનિંગ રમીને પરત ફર્યો હતો. હવે વર્ષના અંતે ગીલના બેટથી વધુ એક સદીની ઇનિંગ્સ જોવા મળી હતી. ચિત્તાગોંગ ટેસ્ટના ત્રીજા દિવસે બીજી ઇનિંગમાં તેણે શાનદાર બેટિંગ કરતા સદી પૂરી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર