ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં અમદાવાદ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં આજે યુવા ઓપનર શુભમન ગિલે સદી ફટકારી હતી. લોકેશ રાહુલના સ્થાને ટીમમાં સ્થાન મળ્યા બાદ તે ધાર્યા અનુસાર પરફોર્મ નહોતો કરી શક્યો જેના કારણે ટીકાકારોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો પણ આજે તેણે ફરીથી શાનદાર ફોર્મ બતાવીને વિવેચકોની બોલતી બંધ કરી દીધી હતી.
આ મેચમાં કાંગારૂ કેપ્ટન સ્ટીવ સ્મિથ ટોસ જીત્યો હતો અને તેણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ઓસી. ટીમે શાનદાર બેટિંગ કરી હતી અને ટીમનો સ્કોર 450 થી ઉપર પહોંચાડી દીધો હતો. ઉસમાન ખ્વાજાએ સદી ફટકારી હતી અને સાથે તેણે કેમરૂન ગ્રીનનો સાથ મળ્યો હતો. બંનેએ અનુક્રમે 180 અને 114 રન ફટકાર્યા હતા.
બંનેની સદીથી ભારત બેકફૂટ પર ધકેલાઇ ગયું હતું પરંતુ બીજી ઇનિંગમાં ભારત બેટિંગમાં આવ્યું તો શુભમને ફરીથી ડ્રાઇવિંગ સીટ પર ટીમને બેસાડી દીધી હતી. આ સદીના કારણે ગિલ હવે ટેસ્ટ ટીમમાં કાયમી ઓપનર બની જાય તો નવાઈ નહીં. કારણ કે લોકેશ રાહુલ ઘણા સમયથી સારું પ્રદર્શન કરી શક્યો નથી અને ઓપનિંગ કરવા માટે ટીમ પાસે ઘણા વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
ઓસ્ટ્રેલિયાના સલામી બેટ્સમેન ઉસ્માન ખ્વાજા એ અમદાવાદ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરતા તમામ લોકોને પોતાના ફેન્સ બનાવી દીધા છે. 36 વર્ષીય સલામી બેટ્સમેન એ ઇનિંગની શરૂઆત કરતા 180 રનની શાનદાર શતકીય ઇનિંગ રમી હતી. આ સાથે જ તે ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ તેમની જ જમીન પર ઇનિંગની શરૂઆત કરી સર્વાધિક રન બનાવનાર બીજો ઓસ્ટ્રેલિયન સલામી બેટ્સમેન બની ગયો છે. તેણે પોતાની આ ઉમદા ઇનિંગમાં કુલ 422 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેના બેટથી 21 ચોગ્ગા નીકળ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર