Home /News /sport /Shubman Gill : શુભમન ગિલે ફટકારી બેવડી સદી! 6,6,6 ફટકારી માત્ર 145 બોલમાં પૂરા કર્યા 200 રન

Shubman Gill : શુભમન ગિલે ફટકારી બેવડી સદી! 6,6,6 ફટકારી માત્ર 145 બોલમાં પૂરા કર્યા 200 રન

શુભમન ગિલ સદી

IND VS NZ Shubman Gill: ભમન ગિલે ન્યુઝીલેંડ સામેની પ્રથમ વન ડે મેચમાં બેવડી સદી ફટકારી દીધી છે! આ સાથે જ તેણે સૌથી ઝડપી 1000 રન કરવાનો વિરાટ કોહલી અને શિખર ધવનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

    IND VS NZ: શુભમન ગિલે ન્યુઝીલેંડ સામેની પ્રથમ વન ડે મેચમાં બેવડી સદી ફટકારી દીધી છે! આ સાથે જ તેણે સૌથી ઝડપી 1000 રન કરવાનો વિરાટ કોહલી અને શિખર ધવનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વિરાટ અને શિખર ધવનને વનડે ક્રિકેટમાં 1000 રન કરવામાં 24 ઇનિંગ લાગી હતી જ્યારે શુભમનને માત્ર 19 ઇનિંગ જ લાગી હતી. શુભમને સતત ત્રણ બોલમાં  6,6,6 ફટકારી માત્ર 145 બોલમાં 200 રન પૂરા કર્યા હતા.

    સૌથી યુવા બેટ્સમેન 

    શુભમન આ સાથે 200 રન ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ બની ગયો છે. ભારત તરફથી અગાઉ સચિન, સહેવાગ, રોહિત શર્મા અને ઇશાન કિશન વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી ચૂક્યા છે.





    શુભમન ગિલ ભારતનો નવો સ્ટાર ઓપનર

    ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર શુભમન ગીલે ધમાકેદાર ફોર્મ ચાલુ રાખતા વધુ એક શાનદાર ઇનિંગ રમી છે. શ્રીલંકા સામેની છેલ્લી વનડેમાં સદી ફટકાર્યા બાદ હવે તેણે ન્યૂઝીલેન્ડ સામે પણ એવી જ શરૂઆત કરી છે. ગિલે સતત બીજી વનડેમાં સદી ફટકારીને ખળભળાટ મચાવી દીધો છે. પાછળથી આ ઇનિંગ ડબલ સેન્ચુરીમાં ફેરવી નાખી હતી. ગિલની રમત પહેલા કરતા વધુ આક્રમક બની રહી છે. તેણે છેલ્લી 11 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે.

    આ પણ વાંચો: SHUBMAN GILL: શુભમન ગિલ વન-ડે બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન, સચિન રોહિત અને કોહલી સૌને પાછળ છોડયા

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. ટીમના ઓપનર્સ કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે 73 બોલમાં 60 રનની પાર્ટનરશિપ થઈ હતી. રોહિત શર્મા ટિકનરની બોલિંગમાં આઉટ થયા હતો.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: IND vs NZ, India vs new zealand, Shubman Gill

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन