Home /News /sport /SHUBMAN GILL: ભારતના ટી-20 ઇતિહાસમાં એક જ મેચમાં સૌથી વધુ રન કરનાર બેટર બન્યો ગિલ, વિરાટ-રોહિતને પાછળ છોડ્યા
SHUBMAN GILL: ભારતના ટી-20 ઇતિહાસમાં એક જ મેચમાં સૌથી વધુ રન કરનાર બેટર બન્યો ગિલ, વિરાટ-રોહિતને પાછળ છોડ્યા
શુભમન ગિલ ની સદી
SHUBMAN GILL CENTURY IND VS NZ: શુભમન ગિલે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાના વિરાટ કોહલીના રેકોર્ડને તોડી નાખ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં શુભમને 126 રન માત્ર 63 બોલ રમીને કરી લીધા હતા.
IND VS NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ત્રીજી અને અંતિમ ટી-20 ફાઇનલ T-20 મેચ રમાઈ હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતી લીધો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ઇન ફોર્મ બેટ્સમેન શુભમન ગિલે વધુ એક સદી ફટકારી દીધી હતી. ભારતની ટીમને સારી શરૂઆત અપાવનાર શુભમન ગિલે એક છેડો સંભાળીને ટીમના સ્કોરને પણ 200 ને પાર પહોંચાડી દીધો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં હાર્દિક પંડ્યાના ટોસ જીતીને બેટિંગ કરવાના નિર્ણયને એકદમ સાચો ઠેરવ્યો હતો. ભારતે 20 ઓવર્સમાં 230 રન ફટકારી દીધા હતા. જેમાં શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીનું મોટું યોગદાન જોવા મળ્યું હતું.
T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ભારતીય ક્રિકેટરોની યાદી ઘણી ટૂંકી છે. કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ આ યાદીમાં સામેલ છે. દીપક હુડ્ડા જેવા યુવા બેટ્સમેને પણ આ યાદીમાં નામ ઉમેરીને સીમા ચિહ્ન હાંસલ કર્યો છે. શુભમન ગિલે આજે મેચમાં 63 બોલમાં 126 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને સાત છગ્ગા આવ્યા હતા. એકવાર ગિલે બેટ વીંઝવાનું શરૂ કર્યું ત્યાર બાદ કોઈ બોલર તેને રોકી શક્યો નહોતો. આ સાથે ગિલે ટી20 ફોર્મેટમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. કારણ કે તેણે ભારત તરફથી સૌથી વધુ રન ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નોંધાવ્યા છે.
.@ShubmanGill scored a remarkable 126* off just 63 deliveries and bagged the Player of the Match award as #TeamIndia registered a 168-run victory in the #INDvNZ T20I series decider 👏🏻👏🏻
વિરાટે ગયા વર્ષે એશિયા કપ દરમિયાન અફઘાનિસ્તાન સામે 122 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગિલે આજે તેનો રેકોર્ડ તોડ્યો છે. શુભમન ગિલે આજે ભારતીય T20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો. આજ પહેલા ભારત તરફથી T20 ફોર્મેટમાં કોઈ બેટ્સમેન 126 રન બનાવી શક્યો ન હતો. અત્યાર સુધી વિરાટ કોહલી આ મામલે પ્રથમ સ્થાને હતો. રોહિત શર્માનો રેકોર્ડ પણ આજે ગિલે તોડી નાખ્યો છે. શ્રીલંકા વિરૂદ્ધ 118 રનની ઈનિંગ સાથે હિટમેન હવે બીજાથી ત્રીજા સ્થાને સરકી ગયો છે.
શુભમન ગિલે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાના વિરાટ કોહલીના રેકોર્ડને તોડી નાખ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં શુભમને 126 રન માત્ર 63 બોલ રમીને કરી લીધા હતા. શુભમન ગિલ ઓપનિંગમાં ઈશાન કિશન સાથે ઉતાર્યો હતો. કિશન આજે પણ ફ્લોપ રહ્યો હતો. ત્યાર પછી રાહુલ ત્રિપાઠીએ જોરદાર ફટકાબાજી કરતાં 44 રન ધડાધડ બનાવી દીધા હતા. જો કે તે પોતાની ફિફ્ટી પૂરી કરી શક્યો નહોતો અને કેચ આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી કેપ્ટન હાર્દિક પંડ્યાએ બાજી સાંભળી લીધી હતી અને 17 બોલમાં એક છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 30 રન ફટકાર્યા હતા. સામે છેડે ઓપનર ઇન ફોર્મ બેટર ઈશાન કિશન આગવા ટચમાં દેખાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર