Home /News /sport /શુભમન ગિલે 5 વનડેમાં ફટકારી ત્રણ અર્ધશતક, હવે મળશે કેપ્ટનશીપ

શુભમન ગિલે 5 વનડેમાં ફટકારી ત્રણ અર્ધશતક, હવે મળશે કેપ્ટનશીપ

ન્યૂઝીલેન્ડ-એ વિરૂદ્ધ થનાર આ સીરિઝ માટે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને ઈન્ડિયા-A ટીમમાં જગ્યા મળશે.

ન્યૂઝીલેન્ડ-એ વિરૂદ્ધ થનાર આ સીરિઝ માટે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને ઈન્ડિયા-A ટીમમાં જગ્યા મળશે.

    નવી દિલ્હી: શુભમન ગિલ માટે પાછલા કેટલાક મહિનાઓ શાનદાર પસાર થયા છે. વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ત્રણ વનડેની સિરીઝમાં ઈનિંગની શરૂઆત કરતાં 2 અર્ધશતક ફટકાર્યા પછી હવે જિમ્બાબ્વેમાં પણ ગિલે સારી બેટિંગ કરી છે. તેમણે આ પ્રદર્શનનું મોટું ઈનામ મળી શકે છે.

    ગિલે ન્યૂઝીલેન્ડ-એ વિરૂદ્ધ સપ્ટેમ્બરમાં શરૂ થનાર સિરીઝ માટે ઈન્ડિયા-એ ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે. જોકે, બીસીસીઆઈએ પણ અત્યાર સુધી આ સિરીઝ માટે ઈન્ડિયા-Aની જાહેરાત કરી નથી. પરંતુ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ગિલને ન્યૂઝીલેન્ડ-એ વિરૂદ્ધ થનાર ત્રણ ટેસ્ટ અને ત્રણ વન-ડેમાં કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

    ન્યૂઝીલેન્ડ-એ વિરૂદ્ધ થનાર આ સીરિઝ માટે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને ઈન્ડિયા-A ટીમમાં જગ્યા મળશે. આ ટીમમાં સ્પિનર શમ્સ મુલાની સામેલ છે. મુલાનીએ મુંબઈની સીનિયર અને અંડર-25 ટીમ માટે પાછલા સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મુલાનીએ રણજી ટ્રોફીમાં સૌથી વધારે વિકેટો ઝડપી હતી. તેને 6 મેચમાં 16.7ની અવરેજથી કુલ 45 વિકેટ પોતાના નામે કરી હતી. તેમણે મેચમાં 2 વખત 10 અને 6 વખત પાંચ વિકેટ લેવાનું કારનામુ કરી બતાવ્યો છે.

    આ લેફ્ટ આર્મ સ્પિનરે મુંબઈની અંડર-25 ટીમ માટે સીકે ​​નાયડુ ટ્રોફી જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. મુલાનીએ 3 મેચમાં 29 વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં તેને પ્રથમ વખત ઈન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. મુલાની ઉપરાંત હનુમા વિહારી, વોશિંગ્ટન સુંદર, કેએસ ભરત અને મોહમ્મદ સિરાજને પણ તક આપવામાં આવશે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Shubman Gill, Team india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन