પુજારાની મેરેથોન પારી યુવા ક્રિકેટર્સ માટે બની ગઇ છે બેંચમાર્ક

શુભમન ગિલ પંજાબ તરફથી રણજી રમે છે, બંગાળ સામેની મેચમાં ગિલે 119 બોલમાં 91 રન કર્યા હતા

News18 Gujarati
Updated: January 9, 2019, 3:26 PM IST
પુજારાની મેરેથોન પારી યુવા ક્રિકેટર્સ માટે બની ગઇ છે બેંચમાર્ક
શુભમન ગિલ પંજાબ તરફથી રણજી રમે છે, બંગાળ સામેની મેચમાં ગિલે 119 બોલમાં 91 રન કર્યા હતા
News18 Gujarati
Updated: January 9, 2019, 3:26 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: શુભમન ગિલને ભારતના ભાવી ક્રિકેટર તરીકે જોવામાં આવી રહ્યો છે. ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલિયામાં રમેલી મેરેથોન પારીથી પ્રેરિત આ પંજાબી બેસ્ટમેને કહ્યું કે, ભારતીય ટીમના આ પ્લેયરે યુવાઓ માટે 'બેંચમાર્ક' તૈયાર કર્યું છે.

ગિલે રણજી ટ્રોફી એલીટ ગ્રુપ બી મેચ બાદ કહ્યું કે, 'એવા ઘણા ઓછા બેસ્ટમેન છે, જે આખો દિવસ બેટીંગ કરી શકે છે અને આટલા બોલનો સામનો કરી શકે છે. પૂજારાએ એક પ્રવાસમાં 1200થી વધુ બોલનો સામનો કર્યો, જે ખૂબ જ સારું છે. પ્રવાસ દરમિયાન 500 રન બનાવવા સંભવ લાગે છે, પરંતુ આટલા બધા બોલનો સામનો કરવો યુવાઓ માટે 'બેંચમાર્ક' નક્કી કરે છે.'

તેણે કહ્યું, ચેતેશ્વર પુજારા જે પ્રકારે બેટિંગ કરે છે, તેને જોઇને ઘણું બઘું શીખી શકાય છે. તે ક્રિઝ પર કેટલા સંયમ સાથે બેટિંગ કરે છે. ઓસ્ટ્રેલિયા પાસે વિશ્વ કક્ષાના બોલર છે અને તેમની વિરુદ્ધ આટલી મુશ્કેલ પિચ પર રન બનાવવા શાનદાર છે. તેને બેટિંગ કરતો જોવો ગમે છે. આજકાલ બેસ્ટમેન ઝડપથી રન બનાવવાના પ્રયાસોમાં રહે છે.

ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલ પંજાબ તરફથી રણજી રમે છે. બંગાળ સામેની મેચમાં ગિલે 119 બોલમાં 91 રન કર્યા હતા.

 
First published: January 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...