શ્રીસંત આગામી લોકસભાની ચૂંટણીમાં શશિ થરૂરને હરાવવા માંગે છે પરંતુ..

News18 Gujarati
Updated: September 29, 2019, 7:50 PM IST
શ્રીસંત આગામી લોકસભાની ચૂંટણીમાં શશિ થરૂરને હરાવવા માંગે છે પરંતુ..
ક્રિકેટર શ્રીસંતની ફાઇલ તસવીર

આઈ.પી.એલ. 2019માં (IPL)માં રાજસ્થાન રૉયલ્સ વતી રમી રહેલા શ્રીસંતનું નામ સ્પૉટ ફિક્સિંગમાં આવ્યું હતું.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ક્રિકેટર શાંતાકુમારન શ્રીસંત (Shanthakumaran Sreesanth) આઈ.પી.એલ 2013માં (IPL 2013) સ્પૉટ ફિકિંગસના (Spot Fixing) આરોપસર આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ફેંકાઈ ગયો હતો. જોકે, ક્રિકેટને અલવિદા કહી શ્રીસંત રાજકારણના મેદાનમાં ઉતરી ગયો હતો. જોકે, શ્રીસંત હવે વર્ષ 2020માં કેરળ વતી ફરીથી ક્રિકેટ રમવા માંગે છે અને તેની તૈયારી કરી રહ્યો છે. આ તમામ બાબતો સાથે શ્રીસંતની નજર વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) પર પણ છે. શ્રીસંતે વર્ષ 2016માં ભાજપની ટિકિટ પર કેરળમાં વિધાનસભામાં ઝંપલાવ્યું હતું પરંતુ તિરુવનંતપુરમ સીટ પર તેમની હાર થઈ હતી. હવે શ્રીસંત આ બેઠક પરથી આગામી લોકસભાની ચૂંટણીમાં શશિ થરૂરને (Shashi Tharoor) હરાવવા માંગે છે.

'તેમણે મારો સાથ આપ્યો પરંતુ....'

'ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં શ્રીસંતે કહ્યું હતું કે તેઓ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. તે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી અને તિરુવનંતપુરમ સીટ પર શશિ થરૂરને (Shashi Tharoor) હરાવવા માંગે છે. શ્રીસંતે કહ્યું, ' હું થરૂરને પસંદ કરૂ છું, તેમણે મારો સાથ પણ આપ્યો હતો પરંતુ તિરુવનંતપુરમ સીટ હું તેમને હરાવીશ તેમાં બે મત નથી.

આ પણ વાંચો :  ભારે વરસાદથી બિહાર બેહાલ : 10 લોકોનાં મોત, અનેક ટ્રેનો રદ

થરૂર ત્રણ વાર ચૂંટણી જીત્યા છે

કેરળની આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની બાજ નજર છે. આ બેઠક પર શશિ થરૂર ત્રણ વાર સાંસદ તરીકે ચૂંટાયા છે. થરૂર વર્ષ 2014માં મોદી લહેરની વચ્ચે હારની નજીક પહોંચી ગયા હતા તેમ છતાં 10 હજાર મતથી તેમની જીત થઈ હતી. જોકે, વર્ષ 2019માં તાજેતરમાંજ થયેલી ચૂંટણીમાં તેમનીજીત 1 લાખ જેટલા મતોથી થઈ હતી.'100 કરોડ મળે તો પણ સ્પૉટ ફિક્સિંગ નહીં'

શ્રીસંતે સ્પૉટ ફિક્સિંગ વિશે કહ્યું હતું કે તેને ફસાવામાં આવ્યો હતો. તેમણે પરિવારના સોંગધ ખાઈ કહ્યું કે તે નિર્દોષ હતો. તેમણે કહ્યું, 'હું મારા બાળકો અને પરિવારના સોગંધ ખાઈને કહું છું કે મેં ક્યારેય સ્પૉટ ફિક્સિંગ કર્યુ નથી. 100 કરોડ રૂપિયા મળે તો પણ આવું નહીં કરું' ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રૉયલ્સ વતી રમતાં શ્રીસંત સ્પૉટ ફિક્સિંગમાં ફસાયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકાયો હતો.

 

 
First published: September 29, 2019
વધુ વાંચો
अगली ख़बर