Home /News /sport /

IPL 2021:આ કારણે દિલ્લી કેપિટલ્સ છીનવી શકે છે ઋષભ પંતની કેપ્ટનશીપ

IPL 2021:આ કારણે દિલ્લી કેપિટલ્સ છીનવી શકે છે ઋષભ પંતની કેપ્ટનશીપ

    નવી દિલ્લી: કોરોના વાયરસ (coronavirus)ને કારણે 29 મેચો બાદ લીગ સ્થગિત કરી દેવામાં આવી હતી પરંતુ હવે આઇપીએલની બાકીની 31 મેચો યુએઈમાં રમાશે. બીસીસીઆઈ(BCCI)ની શનિવારે થયેલી સ્પેશલ જનરલ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આગામી મેચોનું આયોજન સપ્ટેમ્બરમાં થશે. જો કે કઈ તારીખે તેનું આયોજન થશે તે અંગે હજી સુધી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. આઇપીએલ (IPL 2021)ના બીજા ચરણમાં પોઈન્ટ ટેબલ પર ટોપ પર રહેલી દિલ્લી કેપિટલ્સની ટીમમાં મોટો બદલાવ થઈ શકે છે. અને પોઈન્ટ ટેબલ પર દિલ્લીને ટોપ પર રાખનાર કેપ્ટન ઋષભ પંતની કેપ્ટનશીપ છીનવાઈ શકે છે.

    સ્પોર્ટ્સ ટુડેના સમાચાર મુજબ, જો શ્રેયસ ઐયર યુએઈમાં આઈપીએલ 2021 રમવા માટે યોગ્ય છે, તો તે દિલ્હીનો કેપ્ટન રહેશે. હકીકતમાં, ટીમ ઈન્ડિયાના જમણા હાથના બેટ્સમેન શ્રેયસ ઐયર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં ઘાયલ થયા હતા. ઐય્યરને ફિલ્ડિંગ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી.

    ઐય્યરની આઈપીએલના પહેલા તબક્કા દરમિયાન ઓપરેશન કરવામાં આવ્યું હતી અને હવે તે પોતાની સંપૂર્ણ માવજત મેળવવા માટે કોઈ કસર છોડશે નહીં. ઋષભ પંતે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને કેપ્ટન તરીકેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. ઈજાના પગલે આઈપીએલની આ સીઝનમાંથી ઐય્યરના બહાર નીકળ્યા બાદ પંતને આ જવાબદારી મળી હતી અને તેણે પોતાને પણ સાબિત કરી દીધો હતો.

    આ પણ વાંચો: IPL 2021: ઈતિહાસમાં ત્રીજી વાર યુએઈ બન્યું બીસીસીઆઈ માટે ‘સંકટમોચન’

    પંતના નેતૃત્વ હેઠળ દિલ્હી 8 મેચમાંથી 6 મેચ જીતીને 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. દિલ્હી બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા સ્થાને છે. આઇપીએલની આ સીઝનના કડક બાયો બબલમાં કોરોનાની એન્ટ્રી બાદ બીસીસીઆઈએ લીગને 4 મેના રોજ મુલતવી રાખી હતી. કોલકાતા નાઈટ રાઇડર્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદના કેટલાક ખેલાડીઓ વાયરસથી ફસાયેલા હતો. આઈપીએલની પાછલી સીઝન પણ યુએઈમાં જ રમાઈ હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ipl 2021, Rishabh pant, Shreyas iyer, ક્રિકેટ ન્યૂઝ, બીસીસીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन