Home /News /sport /

Video: શ્રેયસ ઐયર-રોહિત શર્મા-શાર્દુલ ઠાકુરનો ડાન્સ થયો Viral,રિતિકા સજદેહે પતિની ઉડાવી મજાક

Video: શ્રેયસ ઐયર-રોહિત શર્મા-શાર્દુલ ઠાકુરનો ડાન્સ થયો Viral,રિતિકા સજદેહે પતિની ઉડાવી મજાક

Shreyas Iyer Viral Dance video : શ્રેયસ ઐયર રોહિત શર્મા અને શાર્દુલ ઠાકુરનો ડાન્સ

Shreyas Iyer Dance video: શ્રેયસ ઐયર, રોહિત શર્મા અને શાર્દુલ ઠાકુરનો વીડિયો વાયરલ થયો, જુઓ વીડિયો

    Shreyas Iyer Dance video: ટીમ ઈન્ડિયા હાલમાં ન્યૂઝીલેન્ડ (IND vs NZ) સામે ટેસ્ટ મેચ રમી રહી છે. કાનપુરમાં (Kanpur Test) ત્રીજા દિવસની ટેસ્ટની રમત શરૂ છે. દરમિયાનમાં કાનપુર ટેસ્ટમાં ટી-20 કેપ્ટન રોહિત શર્મા (Rohit sharma) નથી રમી રહ્યો. ત્યારે ડેબ્યૂ કરનાર શ્રેયસ (Shreyas Iyer) ઐયરે પહેલી મેચમાં સેન્ચ્યૂરી (Shreyas Iyer century in Debut Test) મારી છે. શ્રેયસ ઐયરની સમગ્ર દેશમાં બોલબાલા થઈ રહી છે ત્યારે તેનો રોહિત શર્માનો અને શાર્દુલ ઠાકુરનો (Shreyas Iyer Rohit Sharma Shardul Thakur Dance video) એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રોહિત શર્માના નાગિન ડાન્સ પર પત્ની રિતિકા સજદેહે કમેન્ટ કરી છે અને તેની મજાક પણ ઉડાવી છે.

    રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો છે વીડિયો

    ગઈકાલે રોહિત શર્માએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં આ ખેલાડીઓ હોટલના રૂમમાં ડાન્સ કરી રહ્યા હતા. કોઈ શહેરીબાબુ દિલ લહેરી બાબુ હાય રે ગીત પર રોહિત શર્મા, શ્રેયસ ઐયર અને શારુદલ ઠાકુર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને રોહિત શર્માની પત્ની રિતિકાએ નીચે કમેન્ટમાં લખ્યુ હતું કે 'નાના બાળકનો ડાન્સ'

    આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમના કેપ્ટન બનવાના દાવેદાર છે આ 5 ખેલાડી, ઓક્શન પર સૌની નજર

    રોહિતે 'મેસેજ' આપ્યો

    રોહિત શર્માએ આ વીડિયોમાં કેપ્શન લખ્યું છે કે 'વેલ ડન શ્રેયસ, મેકિંગ ઓલ ધી મુવ રાઇટ' રોહિત શર્માએ આડકતરી રીતે આડાન્સના સ્ટેપની આડમાં શ્રેયસ ઐયરની ટેસ્ટ ડેબ્યૂ સેન્ચ્યૂરીના વખાણ કર્યા હતા. શ્રેયસ ઐયરે 171 બોલમાં 105 રનની ઈનિંગ રમી અને શાનદાર ડેબ્યૂ કર્યુ હતું.

    આ પણ વાંચો :  IND vs NZ: શ્રેયસ ઐયરે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી, આ છે ટોપ-6 ખેલાડી જેમણે પહેલી ટેસ્ટમાં મારી છે સેેન્ય્ચૂરી

    ઐયર ડેબ્યૂમાં સદી મારનારો 16મો ખેલાડી બન્યો

    પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતના બેટ્સમેન શ્રેયસ ઐયરે ટેસ્ટમાં (Shreyas Iyer Test Debut century) સદી ફટકારી હતી. શ્રેયસ ઐયર ટેસ્ટની ડેબ્યૂ મેચમાં સદી મારનારો 16મો ભારતીય ખેલાડી બન્યો છે.




    ક્રિકેટમાં કરિઅરની શરૂઆત કરતા તમામ ખેલાડીનું ટેસ્ટ ક્રિકેટ મેચ રમવાની ઈચ્છા ધરાવતા હોય છે. કુલ 16 ભારતીય ( Indian cricketers who scored century in Test debut) ક્રિકેટરો છે, જેમણે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદીફટકારી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, Shreya Iyer, રોહિત શર્મા

    આગામી સમાચાર