Home /News /sport /SHARDUL WEDDING VIDEO: ભારતીય ક્રિકેટરોની ભાઈબંદી! શ્રેયસ ઐયરે માટે ગીત ગાયુ, રોમેન્ટીક થઈ ગયો ખેલાડી

SHARDUL WEDDING VIDEO: ભારતીય ક્રિકેટરોની ભાઈબંદી! શ્રેયસ ઐયરે માટે ગીત ગાયુ, રોમેન્ટીક થઈ ગયો ખેલાડી

shardul thakur wedding video

SHREYAS IYER SINGING : કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં શ્રેયસ અય્યર અને અભિષેક નાયર બોલિવૂડનું એક રોમેન્ટિક ગીત ગાઈ રહ્યાં છે.

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ક્રિકેટર શાર્દુલ ઠાકુર તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે 27 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ઘણા ક્રિકેટરો પણ શાર્દુલ અને મિતાલીના લગ્ન પહેલાની રસમોમાં સામેલ થવા પહોંચી ચૂક્યાં છે. શાર્દુલ ઠાકુરના લગ્નના રસમોના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં શ્રેયસ અય્યર, અભિષેક નાયર, યુજવેન્દ્ર ચહલ, રોહિત શર્મા અને અન્ય ઘણા ક્રિકેટરો જોવા મળી રહ્યા છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સે પણ શાર્દુલ ઠાકુરના લગ્ન પહેલા એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ક્રિકેટર શ્રેયસ અય્યર પોતાનુ સિંગિંગ ટેલેન્ટ બતાવતો જોવા મળી રહ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં શ્રેયસ અય્યર અને અભિષેક નાયર બોલિવૂડનું એક રોમેન્ટિક ગીત ગાઈ રહ્યાં છે. આ વિડીયોમાં શ્રેયસ અય્યર અને અભિષેક નાયરને 'તુમ જો મેરા સાથ દો' અને 'કેસરિયા તેરા' ગીતો ગાતા જોવા મળી રહ્યાં છે. જ્યારે શ્રેયસ અને અભિષેક આ ગીત ગાઈ રહ્યાં હતા, ત્યારે શાર્દુલ ઠાકુર તેની ભાવિ પત્ની મિતાલી પારુલકર સાથે રોમેન્ટિક ડાન્સ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યાં છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.



આ વિડીયો વાયરલ થતા ફેન્સને શ્રેયસ ઐયરના વધુ એક ટેલેન્ટની ખબર પડી છે. તેના ફેન્સ હવે જાણી ચૂક્યાં છે કે સારા ક્રિકેટરની સાથો સાથ તે એક સારો સિંગર પણ છે. આ પહેલી વખત નથી તેના ફેન્સને શ્રેયસના આવા ટેલેન્ટ વિશે જાણ થઈ હોય. આ પહેલા પણ શ્રેયસ ઐયરના ડાન્સ અને કાર્ડ્સની મેજિક ટ્રિક લોકો જોઈ ચૂક્યાં છે. આ વિડીયો શેર કરતી વખતે કેકેઆરએ કેપ્શન આપ્યું છે, 'હમકો ઇતના બતા દે કોઈ, કૈસે કેકેઆર બોય્ઝ પે દિલ ના લગાએ કોઈ.'

આ પણ વાંચો: ક્રિકેટરે પત્નીની મંજૂરીથી 66 વર્ષની ઉંમરે કર્યા બીજા લગ્ન, દીકરી જેવડી યુવતી સાથે ચુંબનનો PHOTO

જણાવી દઈએ કે મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા બાદ શાર્દુલ ઠાકુર ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. જણાવી દઈએ કે ભારતીય ટેસ્ટ ટીમનો પ્રમુખ ભાગ હોવા છતાં વ્યક્તિગત કારણોસર શાર્દુલની ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ માટે પસંદગી કરવામાં આવી ન હતી. જો કે, તેને ઓસ્ટ્રેલિયન ટીમ સામે આગામી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વનડે સિરીઝ 17 માર્ચથી શરૂ થશે અને પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે.


જણાવી દઈએ કે પોતાની ઈજાના કારણે શ્રેયસ અય્યર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. જો કે, તે દિલ્હી ટેસ્ટ માટે ટીમ સાથે જોડાયો હતો અને બીજી ગેમમાં સૂર્યકુમાર યાદવની જગ્યા લીધી હતી.
First published:

Tags: Indian cricketers, Shardul Thakur, Shreyas iyer