Home /News /sport /IND vs NZ : જબ્બર ફોર્મમાં હતો એ જ ખેલાડી ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો, તેની જગ્યાએ જુઓ કોનું નસીબ ઉઘડ્યુ
IND vs NZ : જબ્બર ફોર્મમાં હતો એ જ ખેલાડી ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો, તેની જગ્યાએ જુઓ કોનું નસીબ ઉઘડ્યુ
Team India
IND VS NZ : મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ટીમમાં IPL ના સ્ટાર ખેલાડીને સ્થાન મળ્યું છે.
INDIA VS NEWZEALAND: ટીમ ઈન્ડિયા બુધવારે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વન-ડે મેચ રમવાની છે. જોકે, આ મેચ પહેલા ટીમને ફટકો પડ્યો છે. મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ટીમમાં રજત પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે. રજત અગાઉ પણ ટીમ ઈન્ડિયા વતી રમી ચૂક્યો છે.
સારા ફોર્મ માટે સંઘર્ષ કરી રહેલો અય્યર હવે વધુ એસેસમેન્ટ અને મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં જશે. શ્રેયસની ઇજાની માહિતી આપતા બીસીસીઆઈના સચિવ જય શાહે નિવેદનમાં જણાવ્યું હતું કે, ટીમ ઇન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યરને પીઠની ઈજાને કારણે ન્યુઝીલેન્ડ સામેની આગામી 3 મેચની વનડે શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
વનડે અને આઇપીએલ રમી ચૂક્યો છે રજત
આ સાથે ડોમેસ્ટિક સર્કિટમાં મધ્યપ્રદેશ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા રજત પાટીદારને શ્રેયસ અય્યરના સ્થાને ન્યૂઝીલેન્ડ સામે તક આપવામાં આવી છે. પાટીદાર અગાઉ છેલ્લી કેટલીક શ્રેણીઓમાં વનડે ટીમનો ભાગ રહી ચૂક્યો છે. આ વર્ષે તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લી 10 ઇનિંગ્સમાં 368 રન બનાવ્યા હતા, જે પછી રણજી ટ્રોફીમાં પણ પાટીદારે શાનદાર બેટિંગ કરી હતી.
આઈપીએલમાં બેંગ્લોર તરફથી રમતી વખતે રજત પાટીદારે જોરદાર પ્રદર્શન કર્યું હતું. પાટીદારે ગયા વર્ષે 12 મેચની 11 ઇનિંગ્સમાં 40.4ની એવરેજથી 404 રન બનાવ્યા હતા, જેમાં તેણે પ્લેઓફમાં શાનદાર સદી પણ ફટકારી હતી, તે સમયે પાટીદાર વિરાટ કોહલી તેની સાથે બેટિંગ કરી રહ્યો હતો અને અને વિરાટે તેના વખાણ કર્યા હતા.
ઐય્યરે પોતાની છેલ્લી ત્રણ મેચમાં અનુક્રમે 28, 28 અને 38 રન બનાવીને આઉટ થયો હતો. અય્યરની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે તક મળી શકે છે. મિડલ ઓર્ડરમાં તોફાની ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની સાથે સૂર્યા પણ બેક-એન્ડ પર તાકાત વધારશે.