Home /News /sport /

'છોટે વીરૂ'ના નામથી ફેમસ છે શ્રેયસ અય્યર, જીવન પર બની ચૂકી છે ફિલ્મ

'છોટે વીરૂ'ના નામથી ફેમસ છે શ્રેયસ અય્યર, જીવન પર બની ચૂકી છે ફિલ્મ

    આઈપીએલમાં શુક્રવારે સાંજે રમાયેલ મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. આ મેચમાં અય્યરે 40 બોલમાં 10 સિક્સ અને 3 ફોર ફટકારીને અણનમ 93 રન ફટકારી દીધા હતા. અય્યરની આ ઈનિંગની મદદથી દિલ્હીની ટીમને ખુબ જ જરૂરી જીત અપાવી. પોતાની આ ઈનિંગમાં જે રીતે આક્રમક બેટિંગ કરી તેનાથી વિરેન્દ્ર સહેવાગની યાદ તાજી થઈ ગઈ. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે શ્રેયસ અય્યરને તેના મિત્રો તેને 'છોટા વીરૂ' કહીને બોલાવે છે. આઈપીએલમાં અત્યાર સુધીના કેપ્ટન દ્વારા પોતાની ડેબ્યૂ મેચમાં રમાયેલ મેચમાં અય્યરે અત્યાર સુધીનો સૌથી મોટી ઈનિંગ રમી છે અને કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.

    જણાવી દઈએ કે, અય્યરના જીવન પર એક ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ પણ બની ચૂકી છે. આ ડોક્યૂમેન્ટ્રીનું નામ 'શ્રેયસ અય્યર ડોક્યૂમેન્ટ્રી-એ ફાધર્સ ડ્રીમ' છે. આ ડોક્યૂમેન્ટ્રીને ક્રિકેટ રાઈટ્ર આયુષ પુથરાને નિર્દેશિત કરી છે. આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, શ્રેયસના પિતાનું સ્વપ્ન છે કે, તેમનો પુત્ર ક્રિકેટ બને અને ભારતીય ક્રિકેટનો ભાગ બને. શ્રેયસે પોતાની મહેનતના દમ પર પોતાના પિતાના સ્વપ્નાને પૂરો કર્યો છે. શ્રેયસે ક્રિકેટના ગુરૂ પૂર્વ ભારતીય બેટ્સમેન પ્રવીણ આમરે પાસેથી કોચિંગ લીધી છે. અય્યરે વર્ષ 2014માં મુંબઈ તરફથી ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને પહેલી જ સીઝનમાં 809 રન ફટકારી નાંખ્યા. વિજય હજારે ટ્રોફીમાં 54.60ની એવરેજથી 273 રન બનાવીને અય્યર પ્રથમ વખત ચર્ચામાં આવ્યો હતો. 2015ની આઈપીએલની સિઝનમાં દિલ્હી ડેયરડેવિલ્સની ટીમે અય્યરને 2.6 કરોડમાં ખરીદ્યો, જે અનકૈપ્ડ પ્લેયરને મળેલી સૌથી વધારે રકમ હતી.

    2015ની આઈપીએલ સિઝનમાં અય્યરે શાનદાર પ્રદર્શન કરતાં 14 મેચોમાં 439 રન બનાવ્યા. જોકે દિલ્હીની ટીમ નોકાઉટ રાઉન્ડમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં અય્યર 06 વનડે અને એટલી જ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. હવે આઈપીએલની આ સિઝનમાં દિલ્હીનો કેપ્ટન બનાવ્યા બાદ અય્યરે આઈપીએલમાં કેપ્ટનસી સંભાળનાર ચૌથો સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. પહેલા ત્રણ સ્થાનો પર વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અને સુરૈશ રૈનાના નામ સામેલ છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Ipl 2018, Shreyas iyer

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन